Book Title: Jain Darshnma Nay
Author(s): Jitendra B Shah
Publisher: B J Institute

Previous | Next

Page 7
________________ શ્રદ્ધા (સમ્યગ્દર્શન), મતિજ્ઞાન અને કેવલજ્ઞાનની વિભાવના' એ વિષયો ઉપર ચિંતનપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં છે, જેમાંનાં મોટા ભાગનાં વ્યાખ્યાનો સંસ્થા તરફથી ગ્રંથ-સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યાં છે. ४ ડૉ. જિતેન્દ્રભાઈ શાહ ભારતીય દર્શનોના પ્રકાંડ વિદ્વાન્, મર્મજ્ઞ અને જૈન દર્શનના વિશેષ અભ્યાસી છે. વિદ્યાક્ષેત્રે અને સંશોધનક્ષેત્રે તેઓશ્રીએ અપ્રતિમ ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. જૈન વિદ્યાના ક્ષેત્રે તેમણે રાજનગરનાં જિનાલયો, માનતુંનવાર્ય સૌર વન સ્તોત્ર, આદિ ગ્રંથો પ્રદાન કર્યા છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે ભારતીય દર્શનો અને જૈનવિદ્યાનાં વિવિધ સેમિનારોમાં તેઓશ્રીએ ભાગ લીધો છે અને સંશોધન પેપરો રજૂ કર્યાં છે. જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનાં વિવિધ પાસાંઓને સ્પર્શતા ; સંશોધન લેખો એમણે સંશોધન સામયિકોમાં પ્રકાશિત કર્યા છે. દર્શનવિદ્યા અને જૈન તત્ત્વજ્ઞાનના અપ્રતિમ વિદ્વાન્ ડૉ. જિતેન્દ્રભાઈ શાહે ઉપર્યુક્ત વિષયો પર આપેલાં ત્રણ વ્યાખ્યાનો ગ્રંથસ્વરૂપે પ્રગટ કરતાં હું ધન્યતા અનુભવું છું. ગ્રંથના મુદ્રણ માટે શ્રી શારદાબેન ચિમનભાઈ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને કૃષ્ણા પ્રિન્ટરીનો હું અત્રે આભાર માનું છું. ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ-૯ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૦૨ Jain Education International For Private & Personal Use Only ભારતી શેલત નિયામક www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 108