Book Title: Jain Darshnma Nay Author(s): Jitendra B Shah Publisher: B J Institute View full book textPage 8
________________ આમુખ નય એ જૈન દર્શનનો વિશિષ્ટ સિદ્ધાંત છે. સામાન્ય રીતે નય એટલે ષ્ટિ. પદાર્થ અથવા પરિસ્થિતિને મૂલવવાની વિભિન્ન દૃષ્ટિઓ એટલે જ નય અને આ તમામ ષ્ટિઓનો સમન્વય એટલે સ્વાાદ. અનેકાન્તવાદને સમજવા પણ નયસિદ્ધાંત સમજવો આવશ્યક છે. નયો વિશે આગમસાહિત્યમાં પ્રચુર ચિંતન ઉપલબ્ધ થાય છે. ત્યારબાદ નયસિદ્ધાંત દાર્શનિક રીતે પણ મૂલવવામાં આવ્યો. એટલું જ નહીં જૈન દર્શનિકોએ નયસિદ્ધાંતને તાર્કિક કસોટીથી કસ્યો અને તેનું મહત્ત્વ પણ સ્થાપિત કર્યું. ઉમાસ્વાતિ, સિદ્ધસેન, પૂજ્યપાદ અને સમન્તભદ્ર જેવા સમર્થ દાર્શનિકોએ તેની આવશ્યકતા પણ પ્રમાણિત કરી. ત્યારબાદ તો નયો ઉપર સ્વતંત્ર ગ્રંથોની રચના પણ થઈ. આચાર્ય દેવસેને નયચક્ર નામક ગ્રંથમાં નયો વિશે વિશેષ ચિંતન કર્યું છે. તેની સમાલોચના ઉપા. યશોવિજયજીએ દ્રવ્ય-ગુણપર્યાયના રાસમાં અનેક શાસ્ત્રીય પ્રમાણો આપીને કરી છે. આચાર્ય દેવસેને તો સંસ્કૃત અને પ્રાકૃતભાષામાં ગ્રંથો રચ્યા છે. પરંતુ ઉપા. યશોવિજયજીએ તેની સમાલોચના ગુજરાતી ભાષામાં લોકભોગ્ય રાસ શૈલીમાં કરી છે. તેથી વર્તમાનકાળે જૈન સાધુ-સાધ્વીજીઓ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' ગ્રંથનું વિશેષરૂપે અધ્યયન કરે છે. તેથી તેમાં આવી ચર્ચાઓના મૂળ સુધી પહોંચવાની ઘણાં વર્ષોથી ભાવના હતી. તે આ વ્યાખ્યાનમાળા દ્વારા સાર્થક થઈ. મુખ્યત્વે નય અંગેનો જ વિચાર આ ત્રણ વ્યાખ્યાનોમાં કરવામાં આવ્યો છે. પણ આનુષંગિક રૂપે આચાર્ય દેવસેનના જીવન અને કવન અને ઉપા. યશોવિજયજીના જીવન વિશે સંક્ષેપમાં વિચાર કર્યો છે. બીજા વ્યાખ્યાનમાં આગમિક કાળથી લઈને આજ સુધીના નય અંગેના ચિંતનનો વિચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 108