Book Title: Jain Darshnma Nay Author(s): Jitendra B Shah Publisher: B J Institute View full book textPage 6
________________ પ્રકાશકીય શેઠ પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા અંતર્ગત ભારતીય ધર્મ અને દર્શનોના અને વિશેષતઃ જૈન ધર્મ – દર્શનના મૂર્ધન્ય વિદ્વાનું અને ઊંડા અભ્યાસી તેમજ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના નિયામક ડૉ. જિતેન્દ્રભાઈ શાહે “જૈનદર્શનમાં નય', “દિગંબરાચાર્ય દેવસેન અને તેમની કૃતિઓ” તથા “નયચક્ર અને દ્રવ્યગુણપર્યાયનો રાસ' એ ત્રણે વિષયો ઉપર તા. ૨૬, ૨૭ અને ૨૮ એપ્રિલ, ૨૦૦૧ના રોજ ભો. જે વિદ્યાભવનમાં આપેલાં ત્રણ વ્યાખ્યાનો ગ્રંથસ્વરૂપે પ્રગટ કરતાં હું આનંદની લાગણી અનુભવું છું. આ વ્યાખ્યાનમાળા મુખ્યત્વે જૈન દૃષ્ટિએ આત્મ-પરમાત્વ તત્ત્વને અને આનુષંગિકપણે જૈન દર્શનના સંદર્ભમાં અન્ય મતોની સમીક્ષાને સ્પર્શે છે. આ વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અત્યાર સુધીમાં આઠ વ્યાખ્યાન-શ્રેણીઓ યોજાઈ છે, જેમાં અનુક્રમે ડૉ. આર. ટી. રાનડેએ “The Conception of spiritual life in Mahatma Gandhi and Hindi saints એ વિષય ઉપર પંડિત સુખલાલજી સંઘવીએ અધ્યાત્મવિચારણા ઉપર, ડૉ. પદ્મનાભ જૈનીએ નૈન સપ્રાય મેં મોત, અવતાર મૌર પુનર્જન વિશે, ડૉ. ભોગીલાલ સાંડેસરાએ “યોગ, અનુયોગ અને મંત્રયોગ' ઉપર, ડૉ. ૨. ના. મહેતાએ “જૈન દર્શન અને પુરાવસ્તુવિદ્યા' પર, મુનિ સુરમલજીએ ભારતીય સંસ્કૃતિ મેં ચરિત્ર વી પ્રધાનતા', ‘મારતીય ઉપાસના પદ્ધતિ મેં ધ્યાન ી પ્રધાનતા' અને સ્વસ્થ નીવન મૌર પ્રેક્ષાચ્ચન વિશે, સ્વામીશ્રી આત્માનંદજીએ ગાંધીજીની અહિંસાના પ્રેરણાસ્રોત', શ્રીમદ્ રાજચંદ્ર અને જૈન ધર્મ” તથા “વર્તમાન સંદર્ભમાં મહાવીર દર્શન' વિશે તથા ડૉ. નગીનભાઈ શાહે “જૈનદર્શનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 108