________________
॥ श्री गोडीपार्श्वनाथाय नमोनमः ।। अनन्तलब्धिनिधानाय श्रीगौतमगणधराय नमः ।।
મા...
....á..
...
૦૦૦૦૦૦
આત્મા અનાદિ છે, આભાને સંસાર પણ અનાદિ છે અને સંસારના કારણભૂત કર્મને આત્માની સાથે પ્રવાહ સંબંધ પણ અનાદિ છે. અવ્યવહારમાંથી વ્યવહારમાં જે જીવ આવ્યો અને વ્યવહારમાં આવ્યા બાદ પણ જે આત્માને સંસારના પરિભ્રમણમાં અનંતાનંત કાળ પસાર થયે, એ જીવ માટે સંસારની ચોરાશી લાખ જીવાનિ, ચોવીશ દંડક અથવા ચાર ગતિ પૈકી કોઈ પણ એવું સ્થાન નથી કે જે સ્થાનમાં એ આત્માએ બહુલતાએ અનન્તીવાર જન્મ મરણ ન કર્યો હોય.
જૈન દર્શનની આ માન્યતા પ્રમાણે વ્યવહારરાશિપ્રાપ્ત જીવાત્માને એક વાર નહીં પણ અનેકવાર માનવજન્મ આજ સુધીના ભૂતકાળમાં ઉપલબ્ધ થયો છે. આર્યક્ષેત્ર, ઉત્તમકુલ, પંચેન્દ્રિયની પૂર્ણતા, નિરોગી શરીર વગેરે અનુકૂલ સામગ્રી પણ પુન્યોદયે વારંવાર પ્રાપ્ત થયેલ છે. પણ આહાર-વિધ્ય અને ધનની લે લુપતા વગેરે કારણે માનવ જીવન વગેરે ઉત્તમ અને આત્મકલ્યાણસાધક સામગ્રીને જે રીતે જીવનમાં સદુપયોગ થવો જોઈએ તે રીતે પ્રાયઃ સદુપયોગ નથી કે, બલકે દુરુપયોગ થયો છે. અને વર્તમાનમાં પણ માનવોની મોટી સંખ્યા માનવજીવનને દુરુપયોગના ભાગે ઘસડાઈ રહેલ છે. માનવજીવનને સદુપગ કરી આત્મમંદિરમાં જ્ઞાનની દિવ્ય જ્યોત પ્રગટ કરનાર તે કઈ વિરલ વ્યક્તિઓ જ હોય છે.
માનવજીવન એક એવું જીવન છે કે જે જીવનને સદુપયોગ થાય અર્થાત જીવન જીવતાં આવડે તો આત્માની સર્વથી ઉંચામાં ઉંચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org