Book Title: Jain Darshan
Author(s): Mahendra Jain, Nagin G Shah
Publisher: 108 Jain Tirthdarshan Bhavan Trust

View full book text
Previous | Next

Page 10
________________ આવકાર બનારસ હિંદુ યુનિવર્સિટીના જૈન દર્શનના પ્રોફેસર ડૉ. મહેન્દ્રકુમાર જૈન દ્વારા હિન્દીમાં લખાયેલ “જૈન દર્શન” ગ્રંથનો ગુજરાતી ભાષામાં અનુવાદ જૈન દર્શનના પ્રખર વિદ્વાન ડૉ. નગીનભાઈ જે. શાહે પૂરા ખંતથી કર્યો, જે પ્રકાશિત થતાં આનંદની અનુભૂતિ થઈ રહી છે. જૈન દર્શન માટે પૂર્વના અનેક પૂજ્ય જૈનાચાર્ય-ભગવંતોએ ખૂબ વિચારણા-પ્રરૂપણા કરી છે. છતાં તે બધું સંસ્કૃત ભાષામાં અને તે પણ પ્રૌઢ નૈયાયિક દાર્શનિક ભાષામાં છે. તેથી આબાલવૃદ્ધને સમજમાં જલ્દી આવતું નથી. આ ગુજરાતી અનુવાદ સહુને “જૈન દર્શન”નાં અનેકાંતવાદસ્યાદ્વાદ-નય-પ્રમાણ આદિના ખ્યાલ સરળતાથી થાય તે માટેનો સ્તુત્ય પ્રયાસ છે. (અમારી દૃષ્ટિએ આ ગ્રંથનો ઇંગ્લીશમાં અનુવાદ થાય તો વિદેશમાં અનેક જિજ્ઞાસુઓને ઉપયોગી થશે.) - પ.પૂ.આ.શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. તથા પ.પૂ.આ.શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ. પોતાની સાહિત્ય પ્રત્યેની આંતરિક લાગણીને કારણે સુશ્રાવક અનિલભાઈ ગાંધી, પ્રો. નગીનભાઈ, પ્રો. રમણીકભાઈ વગેરે પાસે જૈન સાહિત્ય સંબંધી પ્રકાશન કરાવતા હતા. શ્રી અનિલભાઈ ગાંધીની ગેરહાજરીમાં આ કાર્ય ઉપરોક્ત વિદ્વધર્યો પૂરા ખંતથી આગળ ચાલુ રાખે તેવી અંતરની મનોકામના. તાલધ્વજગિરિતીર્થ, આસો વદ- ૮ લિ. ' પ.પૂ.આ.શ્રી. વિજયચન્દ્રોદયસૂરિજી મ.ના ગુરુબંધુ પૂ. ગુરુદેવ (પ.પૂ.આ.શ્રી. વિજયઅશોકચન્દ્રસૂરીશ્વરજી મ.)ના ના ચરણકિંકર વિજય સોમચન્દ્રસૂરિ.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 528