Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
અનુવાદકનું નિવેદન
પ્રસ્તુત ગ્રન્થના બે ભાગમાં બધાં મળીને કુલ આઠ હજાર વિશેષનામો શ્વેતામ્બર જૈન આગમોમાંથી સંગૃહીત છે. આ વિશેષનામો કેવળ મૂળ આગમોમાંથી જ નહિ પરંતુ તેમની પ્રકાશિત પ્રાકૃત ટીકાઓ અર્થાત્ નિર્યુક્તિઓ, ભાષ્યો અને ચૂર્ણિઓમાંથી પણ સંગૃહીત કરવામાં આવ્યાં છે. શીર્ષક સૂચવે છે તે મુજબ મૂળ આગમોની સંસ્કૃત ટીકાઓમાંથી વિશેષનામો લેવામાં આવ્યાં નથી. તેમ છતાં મૂળ આગમો અને તેમની પ્રાકૃત ટીકાઓમાંથી સંગૃહીત વિશેષનામોની તેમની અંદરથી એકઠી કરેલી માહિતીની પૂર્તિ કરવામાં તે સંસ્કૃત ટીકાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તીર્થકર, ચક્રવર્તી વગેરે વિશેષનામો ન હોવા છતાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આશા છે કે વિદ્વાનોને તે ઉપયોગી સાબિત થશે.
જે વિશેષનામની માહિતી આપવામાં આવે છે તે વિશેષનામ નોંધ(entry)ની શરૂઆતમાં ગાઢ કાળા ટાઈપમાં આપવામાં આવેલ છે અને તેની પછી તરત જ કૌંસમાં તેનું સંસ્કૃત રૂપ આપવામાં આવેલ છે. એક નોંધCentry)ની અંદર જો વિશેષનામો ગાઢ કાળા ટાઈપમાં છાપવામાં આવ્યાં હોય તો તેનો અર્થ એ કે તે વિશેષનામો અંગે યથાસ્થાને અલગથી સ્વતના નોંધentry) આવશે. વિશેષનામની પછી જો કસમાં અંક મૂકેલો હોય તો તે અંક દર્શાવે છે કે પ્રસ્તુત વિશેષનામ તે ક્રમ સાથે યોગ્ય સ્થાને સ્વતન્ત્ર નોંધરૂપે આવશે. નોંધCentry)નું લખાણ પૂરું થયા પછી તરત જ તેની જ નીચે નાના ટાઈપોમાં મૂળ સ્રોતોનાં સંદર્ભસ્થાનોના નિર્દેશો આપવામાં આવ્યા છે.
તીર્થકર, ચક્રવર્તી, ગણધર, ઋષિ, આચાર્ય, ઉપાસક, ઉપાસિકા, શ્રમણ, શ્રમણી, રાજા, મસ્ત્રી, રાણી, રાજકુમાર, શેઠ, શેઠાણી, કસબી, ગણિકા, દેવ, દેવી, યક્ષ, ચૈત્ય, ઉદ્યાન, સરોવર, કુંડ, નગર, ગામ, સન્નિવેશ, સ્વર્ગ, નરક, ગણ, ગચ્છ, કુળ, ગોત્ર, ગ્રહ, નક્ષત્ર, ગ્રન્થ, અધ્યયન, નદી, પર્વત, દેશ, જાતિ, પંથ, રાજધાની, લિપિ વગેરેનાં વિશેષનામો નીચે તેમનો પરિચય આપવામાં આવ્યો છે. આમ જૈન આગમો અને તેમની પ્રાકૃત ટીકાઓ નિયુક્તિ-ભાગ્યચૂર્ણિઓમાં રહેલી ઐતિહાસિક, ભૌગોલિક, સાહિત્યિક, પૌરાણિક, સાંસ્કૃતિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org