________________ વર વિમળશાહ દંડનાયકે બંધાવેલ વિમલવસહિ ને બીજું મરિવર વસ્તુપાલ-તેજપાલે રચાવેલ લવણવસતિ છે. વિક્રમની 11 મી શતાબ્દિમાં વિમળશાહ થયા. ચૌલુક્ય ભીમદેવ ભૂપતિના મત્રી ને ચન્દ્રાવતીના દંડનાયક તરીકે ચિરસમય તેઓ રહ્યા. પ્રથમ સામાન્ય સ્થિતિના હતા પણ પરાક્રમથી ખૂબ વિકાસ સાથે હતા. તેમના પરાક્રમથી ને બુદ્ધિચાતુર્યથી ભલભલા વિપક્ષ રાજાએ ભય પામતા. વિમળશાહ ઉપર કુળદેવી અમ્બિકા પ્રસન્ન હતા. સેંકડો રાજાએ તેમને સેવતા. મહારાજા ભીમદેવે તે તેમને છત્રચામરાદિ રાજ્યચિહ્નો અર્પણ કરી રાજાપદથી નવાજ્યા હતા. આ સર્વ છતાં તેમનામાં ધાર્મિક વૃત્તિ-શ્રદ્ધા અનન્ય હતી. પૂજ્ય શ્રી ધર્મઘોષસૂરિજી મહારાજના તેઓ ખાસ ઉપાસક હતા. તેમણે આબૂ ઉપર શ્રી ઋષભદેવ પ્રભુનું આલિશાન મન્દિર કરાવ્યું. વિ. સં. 1088 માં તેની પ્રતિષ્ઠા થઈ. આજ પણ વિમળશાહની જીવંત કીર્તિ સમું આકાશ સાથે વાત કરતું તે મન્દિર ઊભું છે. ' વસ્તુપાલ ને તેજપાલના પરાક્રમ ને કુનેહની વાતે વિખ્યાત છે. તેમની ધર્મભાવના અજોડ હતી. તે તેમના કર્તવ્ય પરથી સ્પષ્ટ સમજાય છે. અનુપમાદેવી-સતીશિરોમણિ સાત્વિક સ્ત્રીની સલાહથી આબૂ પર શ્રી નેમિનાથ પ્રભુનું કળાના ધામ જેવું ચૈત્ય સર્યું. આ બે તથા બીજા મન્દિરાનું અને આબુ પર્વતનું વર્ણન લાક્ષણિક શૈલીથી કાવ્યભાષામાં ઉપાધ્યાય ચન્દ્રમાને જણાવે છે, તે આ પ્રમાણે આબુનું વર્ણન “તે નગરીની નજીકમાં આવેલા અબુદાચલને તું નિરખજે. ગગનમાં