________________ 30. વ્યાખ્યાન મંડપ ને સિંહાસન તે ઉપાશ્રયની વચમાં વ્યાખ્યાન મંડપ છે. તે કાન્તિથી ઈન્દ્રની સુધર્મા સભા સમે શેભે છે. ત્યાં મોતીના ચંદરવા બાંધ્યા છે. સુવર્ણ માણિક્ય ભૂષણની પંક્તિ રચી છે, વિવિધ ચિત્રોવાળા સ્તંભ ઊભા કર્યા છે. મધ્યમાં એક તરફ શક્રાસન સમું અજોડ સિંહાસન છે. ત્યાં ચડવાને મનેહર પગથિયાની નિસરણી છે. તેને અલંકારથી શોભાવેલ છે. તેનાં સાંધા વ્યવસ્થિત જોડવામાં આવ્યા છે. ચાર પાદની રચના રમણીય છે. કનક જેવી કાન્ત કાન્તિથી તે દિપે છે. તેને સામેને ભાગ તેના જેવી જ પ્રભાવાળા પાદપીઠથી પગ સ્થાપન કરવાના આસનથી દેદીપ્યમાન છે. તે પાદપીઠમાં અનેક નરપતિના મુકુટ નમ્યા છે તેથી તેની કોમળ કાતિ કોઈ અનેરી જ છે. સામે મેતીના સાથીઓ પૂર્યા છે. તે નક્ષત્રપંક્તિ જેવા જણાય છે. ઉપેન્દ્રસમા ઉપાધ્યાયજી નજીકમાં વિરાજ્યા છે. જેમાં લાગે છે કે જાણે સ્વર્ગ જ અહિં આવ્યું ન હોય ! પૂજ્યપાદ-આચાર્ય મહારાજનું ભકિતભીનું વર્ણન ત્યાં સિંહાસન ઉપર વિરાજેલા, ઊંચા તપસ્તેજથી પુષ્ટ, હદયમાં શુકલધ્યાન-વિચારણાથી ઉદ્ભવેલા પ્રકાશથી પ્રકાશિત નિજ ચૈતન્ય વરૂપ, સાક્ષાત જિનવરની જેમ જગત જીવોના જીવનૈષધરૂપ, શાન્ત-અદ્દભુત ને મધુર આકૃતિથી ભવિક જીવને હર્ષ અર્પતા, ગુમહારાજ પાસેથી ભણેલા આગમજ્ઞાનના નિધાન, શ્રી ગૌતમગણધર ભગવંતની માફક અનેક લબ્ધિથી પ્રધાન,ચિતપ્રકાશથી સ્પષ્ટ જણાતાં જગતમાં સ્થિર અવધાન, ધર્મધ્યાન ચિત્તમાં ધ્યાતા,સિદ્ધિશયાના ઉપધાનઓશીકા, મોટામોટા તપ તપવાથી સહેજે શિવસામ્રાજ્યને ખેંચતા, સ્વર્ગ વગેરેના અનુપમ સુખને તુચ્છ તૃણુ જેવા માનતા, આયમ્બિલ આદિ લાંબા લાંબા તપથી થયેલ કૃશતાથી શરીરની બહાર અને શુકલેશ્યાથી અત્તર ઉજવલ કાનિતથી વ્યાપ્ત, વિકસિત કમળશા સુગન્ધી શ્વાસવાળા, શ્યામ દાઢીમૂછના વાળના અંકુરાના ઉદ્યાનને ધારણું કરતા, મુખકમળની રાજહંસલી સમી Aવેત મુહપત્તિને રાખતા, હાથકમળમાં નિર્મળ પર