________________ પુત્ર જસવંતલાલ અને નાના રસિકલાલ તથા મોટા દીકરી શાન્તાબેન અને એથી નાના પ્રભાવતી બેન હતાં. જસવંતલાલના પ્રાથમિક શિક્ષણને પાયે શેઠ મનસુખ ભાઈ ભગુભાઈ સ્થાપિત શાળામાં રચાયે હતે. અંગ્રેજીમાં મેટ્રિકના ધેરણમાંની એક ટર્મ પ્રેપ્રાયટરી હાઈસ્કૂલમાં ભરી એટલામાં અસહકારની ચળવળ ઉપડતાં સ્વમાની અને દેશભિમાની ભાઇ જસવંતલાલે સ્કૂલ છોડી દીધો અને વ્યવસાયમાં પડ્યા. ભાઈ જસવંતલાલે પણ પિતાના ઉચસંસ્કારને મેળવવા વ્યવહારિક શિક્ષણ સાથે ધાર્મિક અભ્યાસ પણ કર્યો હતે. બેન શાન્તાને નાની ઉમરથી જ વ્યવહારિક અને ધાર્મિક શિક્ષણ મળ્યું હતું. અને બેન પ્રભાવતીને છ ધારણ ગૂજરાતીને અભ્યાસ કરાવ્યું હતું. પરંતુ નાના ભાઈ રસિકલાલની બિમારીને કારણે વારંવાર ઘરના કામકાજમાં રહેવું પડતું અને નિશાળમાં હાજરી આપી શકાતી નહતી જેથી જોઈએ તેટલે વિકાસ કરી શક્યાં નહોતાં અને શાળા છોડી દેવી પડી હતી. ' મણીભાઈના નાના પુત્ર ભાઈ રસિકલાલ એ ત્રીજા સંતાન હતા. તેમના બન્ને પગની પાનીઓનાં હાડકાં સડતાં હતાં, જના ઉપચાર માટે અમદાવાદ, નડિઆદ, આણંદ વગેરે સ્થાનના રોગના નિષ્ણાત તમામ ડેકટરોને બતાવતાં દરેકને અભિપ્રાય કાંડાથી પગ કાપી નાખવાનું હતું. પરંતુ અનુભવી શ્રી મણીભાઈએ આત્મવિશ્વાસ અને અડગ શ્રદ્ધા રાખી તેમ ન કર્યું અને રસિકલાલને કલકત્તે લઈ ગયા. જ્યાં એક અમેરીકન ડોકટરના હાથે હોમીયોપેથીક દવા કરી અને ભાઈ