________________ રસિકલાલની બિમારીને સુગમ માર્ગ શોધી સાજા કરી અમદાવાદ આવ્યા. આ પછી શ્રીમણિભાઈ બિમાર પડયા અને તે બિમારી જીવનને અંત લેનારી નીવડી. ચાર મહિના સુધી બિમારી જોગવતાં ભેગવતાં ધાર્મિક ઉચ્ચ સંસ્કારને કારણે હમેશાં પુણ્યપ્રકાશનું સ્તવન, પારસીનું પચ્ચકખાણ, સ્તવન, સ્તુતિદ્વારા જિનેશ્વર ભગવાનની ભક્તિ તથા માંદગીના બિછાને પડ્યા પડ્યા પણ સાંવત્સરિક પ્રતિક્રમણની પવિત્ર ક્રિયા દ્વારા જગતના સમસ્ત જીવોની સાથે ક્ષમાયાચના કરી અને જીવનના અંત સુધી પરમપવિત્ર નવકારમંત્રનું સ્મરણ કરતાં કરતાં સુવાસમય બગીચાના ફળ સમા યશસ્વી અને ઉદ્યમશીલ જસુભાઈ જેવા સંતાનને મૂકી તેઓએ સં. ૧૯૮૫ના ભાદરવા વદિ 1 ના રોજ દેહ છોડ્યો. પિતા પ્રત્યેની પરમભક્તિ અને તેઓ તરફથી મળેલા ઉચ્ચ સંસકારદ્વારા જ્ઞાનપિપાસાની વૃત્તિ નિમિત્તે ભાઈ જસવંતલાલે આ પુસ્તકના પ્રકાશનમાં સંપૂર્ણ સહાય કરી છે, તે બદલ તેઓને ધન્યવાદ ઘટે છે. ' -પ્રકાશક