________________ થયાં હતાં. તેમણે ચાલીસ વર્ષની યુવાવસ્થામાં ઉપધાન જેવી કઠિન તપશ્ચર્યા કરી માળા પહેરી હતી. અઠ્ઠાઈની તપશ્ચર્યા તે તેમની ધર્મશ્રદ્ધા અને અડગતાની કસોટીરૂપ હતી. પાંચખાણ કર્યા બાદ ટુટીક થયું હતું, છતાં પણ કસોટીમાંથી પાર ઊતર્યા હતા. તેમણે પાંચમ, અગિયારસ અને વિસ્થા નકની ઓળી તથા વિધિસહિત નવપદજીની ઓળી પણ કરી હતી. તેઓ ધર્મશ્રદ્ધાની અડગતાના કારણે પ્રતિવર્ષ શત્રુંજય યાત્રા માટે જતા હતા. અને શ્રીસમેતશિખરજી જેવા દૂર રહેલા તીર્થની પણ ચાર વખત યાત્રા કરી હતી. નજીકમાં રહેલાં ગિરનારજી, શંખેશ્વરજી, આબૂજ, પાનસર, જોયણું અને માતર જેવાં તીર્થોની યાત્રા તે તેઓ વારંવાર કરતા જ હતા. ' આવશ્યક ક્રિયામાં પ્રતિક્રમણને શોખ યુવાવસ્થામાંથી જ લાગ્યું હતું. અને કટરના જે પ્રવૃત્તિમય ધ હેવા છતાં તેઓ પ્રતિક્રમણ હમેશાં કરતા હતા. અમદાવાદમાં આવ્યા બાઢ પંદર વર્ષ સુધી તબિયત સારી રહી ત્યાં સુધી પ્રતિક્રમણ કરતા હતા, હમેશાં ઉકાળેલું પાણી વાપરતા હતા, પ્રતિદિન જિનપૂજા કરતા હતા, પૂજા ભણાવવાને તેમને શેખ અમદાવાદના તેમના મિત્રોમાં પ્રસિદ્ધિ પામ્યા હતે. મણીભાઈ વિદ્યાથી અવસ્થામાં-ફક્ત સોળ વર્ષની ઉમ્મરના-હતા ત્યારે તેમના પિતાશ્રી ગુજરી ગયા હતા, છતાં સતત પરિશ્રમ કરી તેઓ આગળ વધ્યા હવા. તેઓને ચાર સંતાન હતાં. બે દીકરા અને બે દીકરીઓ, જેમાં મેટા