________________ 6 ભાગ થાકતે પૂરણ કીધા, તાસ વચન સકતેજી; તેણે વળી સમકિતદષ્ટિ જે નર, તેહ તણે હિત હેતેજી. 12 ( શ્રી ધર્મપરીક્ષા ગ્રન્થની ટીકાની પ્રશસ્તિમાં પણ નીચે પ્રમાણે ઉલ્લેખ છે. महोपाध्यायश्रीविनयविजयैश्चारुमतिभिः। प्रचक्रे साहाय्यं तदिह घटनासौष्ठवमभूत् // प्रसपत्कस्तूरी-परिमलविशेषाद्भवति हि, प्रसिद्धः शृङ्गारत्रिभुवनजनानन्दजननः // 1 // આ બને ઉલ્લેખેથી પરસ્પર પ્રેમસભાવ, ગ્રન્થોમાં મદદ કરવી વગેરે સ્પષ્ટ સમજાય છે. પૂજ્ય વિનયવિજયજી મહારાજની હસ્તલિખિત પ્રત લખ વાની કળા પણ સુન્દર હતી. તેમણે 1690 માં પોતાના ગુરુમહારાજે રચેલા વિચારરત્નાકરની એક પ્રત લખી હતી ને તે તેમના ગુરુભાઈ કાન્તિવિજયજીએ વડોદરાના ભંડારમાં સ્થાપના કરી હતી. બીજી પણ પ્રતે તેમણે લખી હશે તે કલ્પી શકાય છે. તેમની રચેલી કૃતિઓની ટૂંક નોંધ. અંક. નામ. ભાષા. રચનાસમય. રચનાસ્થળ 1 આનન્દ લેખ સંસ્કૃત ૧૬૯૪-ધનતેરસ બારેજા 2 શ્રી કલ્પસૂત્ર , 1696 જે. શુ. 2 સુબાધિકા (ગુરુપુષ્પ). સુબોધિકા ટીકા આનન્દ લેખ લખ્યા પૂર્વે તૈયાર થઈ હશે ! ને પ્રશસ્તિ પાછળથી લખાણી હશે એમ લાગે છે, કારણ કે આનન લેખમાં નીચે પ્રમાણે સ્પષ્ટ ઉલ્લેખ છે. 'क्षणैः क्षणाढयैश्च निधानसङ्ख्यै-रर्थापनं कल्पसुबोधिकाया। विचित्रवादिनपवित्रनृत्यो-सवेन तत्पुस्तकपूजनश्च // 145 // '