________________ 48 મહારાજશ્રી તે સમયે મારવાડ દેશમાં આવેલ વગડી ગામે ચાતુર્માસ વિરાજતા હતા. તે સમયે ત્યાં મહારાજા જસવંતસિંહજીનું રાજ્ય ચાલતું હતું. જ્યારે આ કાગળ લખ્યો ત્યારે ઉજજૈનીમાં મહામહેપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ ચાતુર્માસ હતા. ઉપાધ્યાયજીને પૂજ્યાચાર્ય મહારાજ પ્રત્યે અથાગ પ્રેમ હતો. વારંવાર તેઓશ્રી પૂજ્યશ્રીના ગુણગાન કરતા હતા. ઉજજૈનીના સંધ પર તેઓશ્રીની વિદ્વત્તા-સૌમ્યતા-ચારિત્રશીલતાની સારી છાયા પડી હતી. તે આ કાગળથી સ્પષ્ટ સમજાય છે. ઉપાધ્યાયજી મહારાજની સાથેના સાધુઓ પણ ચારિત્રપાત્ર અને યોગ્ય હતા એ પણ આ પત્રમાં છે પત્રની શરૂઆતને શ્રી પૂજ્યના વર્ણનને વિસ્તૃત ભાગ અને આદિના બે લેકે ઉપાધ્યાયજીરચિત હેય એમ સમજાય છે. પત્રની શરૂઆતમાં બે શ્લેકે કાવ્ય છટાવાળા અનુપ્રાસ અલંકારયુક્ત વિદ્વત્તાપૂર્ણ છે. પછીથી પૂજ્યાચાર્ય મહારાજશ્રીનું વર્ણન છે. તેમાં રાજ્ય, રાજા, દેશ ને નગરનું વર્ણન કરી. ત્યાં વિરાજમાન શ્રીપૂજ્યજીના ભક્તિપૂર્ણ વિશેષ છે. (આમાંના કેટલાએક વિશેષણની શૈલી ઉપાધ્યાયજીરચિત કલ્પ–સુબોધકાના ગણધરવામાં મળે છે) પછીથી શ્રી પૂજ્યજીના વિશેષરૂપે જ એકથી સે સુધીના શાસ્ત્રીય બેલે ગુંચ્યા છે. તે બેલમાં ઘણેએ આગમિક વિચાર જણાવ્યા છે. ત્યારબાદ એજસ્વી આગમ શૈલીના કેટલાએ વિશેષણે ગૂંથીને નવ દશ દૂહા ને લેકે લખ્યા છે, તેમાં ભકિત, પ્રેમ, દર્શનેચ્છા, કૃપાભાવયાચના, પૂજ્યશ્રીની મહત્તા વગેરે સુન્દર કાવ્ય છટાથી દર્શાવ્યા છે. છેવટે વન્દનાસશ, ચાતુર્માસિક પર્યુષણ પર્વમાં થયેલ ધર્મભાવનાના સમાચાર, મુનિઓના વજનસન્દશ ને આ પ્રદેશમાં વિહરવા, વિનતિ કરી પત્ર પૂર્ણ કરેલ છે.]