________________ 35 પૂ. શ્રી વિજ્યપ્રભસૂરિ મ. પાટે આવ્યા. તે ત્રણે પૂની યથાવસ્થિત આજ્ઞા તેમણે સ્વીકારી હતી. તપાગચ્છમાં તે સમયે થોડા વર્ષો પૂર્વે જ છૂટી પડેલી એક શાખા કે જે અણસૂરગચ્છ તરીકે પ્રસિદ્ધ થઈ હતી, તેમાં પણ તેઓ ડે સમય રહ્યા હતા. એ રીતે ચાર સામ્રાજ્યના તેઓ અનુભવી હતા. લગભગ અધી સદી સુધી તેમણે વિવિધ ગ્રન્થોનું સર્જન કરેલ છે એટલે તેમને જીવન સમય આશરે પણ સદી હેય એમ માની શકાય છે. તેમને વિહાર ને માટે ભાગે ચાતુર્માસ ગુજરાતમાં થયાં હતાં. મારવાડ, માળવા વગેરેમાં પણ તેઓ વિચર્યા હતા. તે સમયના મહાન તાર્કિક ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ તેમના પ્રત્યે સારું બહુમાન ધરાવતા હતા. બને પરસ્પર પૂર્ણ વિશ્વાસપાત્ર હાદિક મિત્ર હતા. તેમણે અધૂરા મૂકેલા શ્રી શ્રીપાલ રાસને પૂર્ણ કરી પ્રશસ્તિમાં ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે - સૂરિ હરિગુરુની કીતિ, કીર્તિવિજ્ય ઉવજઝાયા; શિષ્ય તાસ શ્રી વિનયવિજય વર, વાચક સુગુણ સહાયાજી. 7 વિદ્યા વિનય વિવેક વિચક્ષણ, લક્ષણ લક્ષિત દેહાજી; ભાગી ગીતારથ સારથ, સંગત સખર સનેહા. 8 સંવત્ સત્તર અડત્રીશ વરસે, રહી રાંદેર માસે; "સંઘતણું આગ્રહથી માંડ્યો, રાસ અધિક ઉલ્લાસેજી. 9 સાર્ધ સપ્ત શત ગાથા વિરચી, પહોતા તે સુરલેકેજી; તેના ગુણ ગાવે છે ગરી, મિલીમિલી કે શેકેજ. 10 તાસ વિશ્વાસભાજન તસ પૂરણ, પ્રેમ પવિત્ર કહાયા; શ્રી નવિજય વિબુધ પય સેવક, સુજસવિજય ઉવજઝાયા. 11