________________ સમૂહે અને લાલ-લાલ વિદ્ગમ પરવાળાના પુજને માપવા પણ કઈ શક્તિમાન નથી. ત્યાંની ટંકશાળામાં અવિરત ટેક-સિક્કાઓ પડે છે ને તેથી . એ મંત્ર ધ્વનિ ચાલુ જ રહે છે, જેને પ્રતાપે ત્યાં દુષ્ટ દર્ગત્ય ખરાબ ગરીબાઇરૂપ ભૂત આવી શકતો નથી. ક્ષુદ્ર ઉપદ્ર શમાવવા માટે ટંકાર એ પવિત્ર મંત્ર છે. ત્યાં શ્રાવકે તપાગચ્છાધિપતિસૂરિ મહારાજના પ્રોઢ પુણ્યપ્રતાપથી પ્રસન્ન ચિત્તવાળા, જગપ્રસિહ, દાનેશ્વરી, ગણના વગરને અખૂટ સમ્પત્તિવાળાં, મેટી મટી શાખાપ્રશાખા-પેઢી દર પેઢીની પરમ્પરાવાળા છે. તને લાગશે કે આ શું પહેલા આરાના કલ્પવૃક્ષો અહિ પ્રકટ થઈને રહ્યા છે? શ્રેષ્ઠ શિપીની બનાવેલ વિવિધ કળાથી કાન હિંગળક વગેરે રંગોના સુવર્ણથી ભરેલા ચિત્રોથી દીપતા સજજનોના મનને આનન્દદાયી જિનમન્દિરના સમૂહ જોઈને કણ અન્તરમાં આશ્ચર્ય અનુભવતા નથી? ગેપીપુરાના ઉપાશ્રયનું વર્ણન અહિં ગોપીપુરની મધ્યમાં હિમાલયની સ્પર્ધા કરતે, સંપૂર્ણ ભાથી ભરેલે, અન્દર વિરાજતા જેનદર્શનના ગુમહારાજના પ્રૌઢ તેજથી દીપતે, વચમાં વિરાજેલા ઇન્દ્રથી શોભતા સ્વર્ગસ શ્રાવકને ઉપાશ્રય છે. ત્યાં સ્ફટિક જેવી ઉજજવળ તેની ભીંતે ભીંતે અને તળિયે તળીયે તારા પ્રતિબિએ પડશે. તુ લા રૂપને ધારણ કરીશ. બરાબર છે, જે એમ ન થાય તે તારા જેવાથી પણ એક જ શરીરે એ સુરતના ઉપાશ્રયની શોભા જોઈ શકાય તેમ નથી, સ્થિરતાપૂર્વક તું તે ઉપાશ્રયના આંગણાને જોઈશ તે ત્યાં વ્યાખ્યાનશ્રવણ માટે હાથીની અમ્બાડી પર ચડીને, રથમાં બેસીને, અશ્વારૂઢ થઈ જલ્દી જલ્દી-શીવ્ર આવતા રસિક હૃદયવાળા શ્રાવકેને જોઈશ. ઉપાશ્રયના આંગણાની ભૂમિ મદઝરતા ગજના મદરસથી, જાતિવંત અશ્વોની મુખરસથી (લાળથી ભીંજાયેલી તને માણસની ભીડથી ભીંસાઈને શ્રમિત થયેલ પરસેવાથી રેબઝેબ બનેલ લાગશે. બારણામાં ઝુલતા તેરણને શીતલ પવન તેને આશ્વાસન આપતે હેય એવું જણાશે.