________________ 28 સુરત અને રાંદેરમાં ઉપાધ્યાયજીના ઘણા માસા થયેલા એટલે તે શહેરથી તેઓ પૂર્ણ પરિચિત હતા. “સૂર્યપુર ચૈત્ય-પરિપાટી” લખી તેઓશ્રીએ સુરતના જિનમન્દિરને સુન્દર ખ્યાલ કરાવ્યો છે. તે સમયે સુરત સેનાની મૂરત જેવું હતું. આજ રડતી સુરતે પણ તે પિતાની ભવ્યતા જાળવી રહ્યું છે. ચડતી-પડતીના ઘણાએ જુવાળ-એટ સુરતે અનુભવ્યા છે. આજે મુંબઈની જે સ્થિતિ છે તે એક વખત સુરતની હતી. સત્તરમા સૈકામાં ત્યાં 258 મન્દિરે હતાં. ચાર હજાર જિનબિઓ હતા. ચન્દ્રને ઉપા. શ્રી વિનયવિજયજી મહારાજ તે સુરતને, ગોપીપુરાને, ત્યાંના શ્રાવકને પરિચય આપી. પૂજ્યા ચાર્ય મહારાજશ્રીનું ભક્તિભીનું વર્ણન કરે છે ને છેવટે વન્દનસર્જેશ સંભળાવે છે. કૃપાદ્રષ્ટિ રાખવા માટે ભલામણ કરવા સૂચવે છે. ત્યાં કાવ્યની પૂર્ણાહુતી થાય છે. સુરતનું વર્ણન યુદ્ધ માટે તીક્ષ્ણ શસ્ત્રોથી તૈયાર અનેક પ્રકારના યંત્ર ને આયુધો. યુક્ત, તેજસ્વી કાય, અગાસીરૂપી ઊંચી ડોકવાળ, મહેલના છતથી છાજત, મેતીના છત્રથી દીપતી સુરતને આ કિલ્લો ક્ષત્રિયનરનાયક સમાન શોભે છે. ગોપી નામના સરોવરનું મહત્ત્વ અમે તને શું કહીએ ? મથન કરાતા ક્ષીરસાગર જેવું એ હીલળતું દીપે છે. શું હજુ તેના પિટમાં મેરુ છે કે મંથનના ત્રાસથી ભાગીને અહિ આવ્યું છે ? નહિ. તે આટલું બધું ઉછળે છે કેમ ? સૂર્યપુર હંમેશા વિવિધવણું" વિરાજે છે. કોઈ સ્થળે નાગરવેલના પાને પથરાયેલ હોવાથી લીલું તે કોઈ સ્થળે વેચવા માટે વિખરેલા ફૂલોથી ઉજવળ, કઈ સ્થળે ખૂબ પાકી ગયેલા શેરડીના સાંઠાઓથી લાલપીળું છે. ત્યાં સમુદ્રના પેલે પારથી આવતા ને વહાણમાંથી ઉતરતા પદાર્થોના ઢગલાઓને ગણવા એકદમ મટે ગણિતના પણ સમર્થ નથી. તેમ સેનામણિના