________________ સ્વર્ગસમું એક બીજું નગર જોવામાં આવશે. ત્યાં નાના પ્રકારની લક્ષ્મીથી શોભતા માનવને જેઇઇને તારા મનમાં પરમં પ્રીતિ જાગશે. આ રમ્ય ને અનુપમ “વડોદરા” એવું નામ સાંભળીને મનમાં શંકા રાખતી લંકા સમુદ્રમાં સંતાઈ ગઈ. અલકા-ઈન્દ્રપુરી દષ્ટિ બહાર ચાલી ગઈ. ભોગાવતી–નાગનગરી પાતાળમાં પેસી ગઈ. આ નગરની વચમાં એક ઊંચે માંડવો છે. તે ઘણો જ સુન્દર છે. ત્યાં રહીને ચારે તરફ તું અવલોકન કરજે. ત્યાંથી તને નગરની બધી બાજુની શોભા જોવામાં આવશે. તેને લાગશે કે આ તે કોઈ ચતુર ચિત્ય જેવું મહાન નગર છે. અહિંથી તદ્દન નજીક ભ્રગુપુર–ભરુચ છે ત્યાં તું જજે. નગરને ફરતે મેટ કિલ્લો છે. ત્યાં ગંદકી તે બિલકુલ નથી. દેથી રૂપાળા શહેરીઓ ત્યાં વસે છે. તે નગર ટેકરી ઉપર ચડયું છે. તે જોતાં એમ લાગે છે કે આ ભૂલેકમાં મારા જેવું બીજું કાઈ નગર છે કે નહિં તે જોવા માટે તે ઊંચે ન ચાયું હોય ! તેની સમીપે જ નર્મદસુખદ કલોલે ઉછાળતી, હોડીમાં બેઠેલાને રોમાંચ ઉત્પન્ન કરતી, ક્રીડા કરતા ગન્ધરતીના મદથી ઉત્કટ ગન્ધવાળી, કાંઠે કાંઠે બાગબગીચાથી વ્યાપ્ત, વહાણ તરી શકે તેટલા ઊંડા પાણીવાળી ગંભીર નર્મદા નદી વહે છે. વિશ્વને સુધાથી સિંચતે તને આવતે જોઇને હે ભાઈ ! તારી પુત્રી તે નર્મદા નદી આનંદિત થશે. તું પણ તેને નીરખી ઉ૯લસિત થશે. સંસારમાં પિતાપુત્રની પ્રશ્યગ્રન્થિ મહાન છે. સત્તાનસ્નેહ સર્વશ્રેષ્ઠ છે. ત્યાં ભરૂચના કિલ્લાના ઝરૂખાના ઉપરથી તારા પુત્રીને ઉછળતા તરંગવાળા ગમનને જોઈ ખુશ બની શ્રીપૂજયપાદના વિહરણથી પાપના પ્રવેશ વગરની સુરતની સીમામાં જજે. સુરતની સીમા ને તાપી નદીનું વર્ણન ત્યાં તાપીને કિનારે ઊગેલા ખજૂરીના જંગલે, ઊંચા તાડના ઝાડવાઓ ધીરે ધીરે વહેતા વાયુથી ડોલતા સુરતની અને આજુબાજુના બીજા લેકની અન્તનિનાદપૂર્વક પ્રશંસા કરે છે. તાપી નદી સ્વર્ગગંગાની શેભાને ધારણ કરતી વહે છે, કારણ કે તેને તીરે દેવવિમાન જેવા મેટા