________________ 24 ઉપર દયા કરીને એવા તમસ્કૃત્ય અધારામાં રહે તે ઉચિત છે એમ વિચારી પ્રકાશ ન કરતે. ત્યાં જવેરીની દુકાને ગાઠવેલા મહર વિવિધ પ્રકારના રત્ન-મણિમૈક્તિકે તારા કિરણકરના સ્પર્શથી નવીન પ્રજાને ધારણ કરશે.-ઉલ્લાસમાં આવી જશે. ચન્દ્ર! તું ને તેઓ બધાં એક જ પિતાના પુત્ર છે. સમુદ્રમાં જ જન્મ્યા છે. ખરેખર લાંબે કાળે ભાઈ ભેટે ત્યારે ઉલાસ વધે છે. ત્યાં તારી બેન લક્ષ્મી કેટિગ્વજોના ઘરે ઘરે વિવિધ રૂપે ક્રીડા કરે છે. સૌભાગી ચન્દ્ર ! તારી બહેનને ત્યાં તું ચંચલતા વગરની જોઇશઃ સ્થિર થયેલી તેને જોઈને તેને અતુલ આનન્દ થશે. તારી બહેનની ચંચળતા અંગે તને ચિતા થતી હતી તે પણ ટળી જશે. આ રાજનગરને એક એક પાડે–પળ બીજા શહેર જે છે. પરાં તે દેશ સમાં છે. મોટા મોટા ઘર ગામ જેવા છે. મોટા વક્તા પણ આનું વર્ણન કરવા સમર્થ નથી, તું ત્યાં ડગલે ને પગલે મોટા મોતીઓના ઢગલા, રત્નના સમૂહ, પરવાલાના અંકુરે, શંખે, અમ્બર વગેરે અનેક પ્રકારની સાગરસમ્પત્તિને જોઈને એમ ન જાણે કે આ નગરે મારા પિતા સમુદ્રનું બધું લૂંટી લીધું છે. જે માટે આ નગર જ સ્વાભાવિક રીતે શ્રેષ્ઠ રત્નાકર છે. આ નગરના એક એક ભાગનું સ્પષ્ટ વર્ણન સ્પષ્ટ સાંભળતા લાખો વરસ વીતી જાય તેમ છે માટે તું તેના એક વિભાગને જોઈને આખું નગર જોયું તેમ માનજે કારણ કે લેકે પણ એક દેશ જઈને બધું જયાને વ્યવહાર કરે છે. દાણે ચાંપીને કાચા પાકાની સમજ સાધે છે. ત્યાં તું જઈશ એટલે વિવિધ પ્રભાએનું સમેલન થશે. રત્નપ્રભા-સોના રૂપાની પ્રભા-દુકાનોમાંથી નીકળતી હશે. સ્ત્રી-પુરુષોના અલંકારોની કાન્તિ, નવા પ્રાવેલા પ્રદીપની પ્રભા ત્યાં પ્રદોષ સમયે-સાયંસમયે એકઠી થઈ છે. તું જઈશ એટલે તારી પ્રભા પણ મળશે ને સમૂહ જામશે. ત્યાં ઘેર ઘેર ને દુકાને દુકાને પૈરાણિકની જેમ-પુરાણની કથા કહેનારાની માફક દીપકશ્રેણિ રાત્રિમાં કાંઈક કાંઇક અર્થોને-પદાર્થોને પ્રકાશિત કરે છે. ત્યાં તું જઇને પ્રમાણના જાણનારાની માફક સર્વ પદાર્થને સ્પષ્ટ કરી તેમને વિલખા પાડીશ.”