________________ વડેદરા ને ભચને પરિચય– એ પ્રમાણે રાજનગરની શ્રેષ્ઠતા-શ્રીમન્નાઈસિકતાને સુન્દર કવિ ભાષામાં પરિચય કરાવી ચન્દ્રને કાવ્યકાર દક્ષિણમાં આગળ જવા કહે છે. રાજનગરથી 36 ગાઉ દૂર વડેદરા, ને ત્યાંથી ર૪ ગાઉ દૂર ભરુચ આવશે. તે બનેને ટૂંક પરિચય કરાવી, તેની પુત્રી નર્મદાને ભેટી આગળ સુરતની સીમાના પ્રદેશમાં પહોંચવા જણાવે છે. મુંબઈના બચ્ચા તરીકે પ્રસિદ્ધિ પામેલું-વિલાસી વડોદરા તે સમયે પણ લાટ દેશનું નાક હતું. વડેદરાની શોભા-મનેહરતા વર્ષોજૂની છે. નર્મદાનાં તટે કઈક ટેકરી ઉપર ચડીને રહેલું ભરુચ જૂના જોગી જેવું લાગે છે. દૂર દૂર દૃષ્ટિ ન પહોંચે એવા ઐતિહાસિક અનુભવ ભરુચે અનુભવ્યા છે. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીએ અશ્વપ્રતિબોધ એ ભૂમિમાં જ કરેલ. સુદર્શના રાજકુમારિકાના સમળીવિહારની ભવ્યતા ભરુચના જ ભાગ્યમાં છે. શ્રીપાલના સમયમાં તે ઘણું જ સમૃદ્ધ હતું. પ્રેરણાદાયી અનેક પ્રસંગે ત્યાં બન્યા છે. હાલ છે તે કરતાં ઉપાધ્યાયજીના સમયમાં તે વિશેષ ઉજજવળ હતું. અત્યારે તો તે અતિશય વૃદ્ધાવસ્થા અનુભવે છે. કાયાકલ્પ કરી યુવાન બને ત્યારે ખરું ! નર્મદા એ તો નર્મદા જ છે. તેની મસ્તી અપૂર્વ છે. ગૂજરાતમાં તેના જેવી લાંબી પહોળી બીજી એકે નદી નથી. ત્યાંથી લીલુંછમ-ભીને પ્રદેશ શરૂ થાય છે. વનસ્પતિને કાઈ પાર નથી. આ સર્વ ચન્દ્રને તેમણે જણાવ્યું છે. વડોદરા, ભરુચ ને નર્મદાનું વર્ણન તે નગરથી દક્ષિણ દિશામાં આગળ જતાં તેને લાદેશના તિલક