________________ 27 વહાણે નાંગર્યા છે. દેવદેવીઓ જેવા નગરવાસી સ્ત્રીપુરુષે ત્યાં સ્નાન ક્રીડા કરે છે. ઊંચા તરંગે ઉછળે છે, સ્વચ્છ સ્ફટિક જેવું વિમળ ને વાદ તેનું વારિ છે. આ નદીના મોટા સૌભાગ્યે જાણે કામણ ન કર્યું હેય તેમ તેને વશ થયેલ સમુદ્ર હમેશ બે ત્રણ વખત તેને સંગમ કરે છે. તે સંગમસમયે હે ચન્દ્ર! તું વાદળામાં છૂપાઈ જજે. કેણું એ જડ હોય કે જે માબાપના વિલાસને વિલેકીને ન શરમાય ? સાક્ષાત તીર્થ કર પ્રભુનું સમવસરણ થતું ને પૃથ્વીના દે નાશ પામતા તેમ ત્યાં શ્રી તપાગચ્છના સ્વામી પૂજ્યપાદાચાર્ય મહારાજના વિહારથી નિરતંક-રોગમુક્ત, પત્ર-પુષ–ફલની શોભાથી ભરેલા વૃક્ષોવાળી, ચોગ્ય સમયે વરસતા અનુકૂળ વરસાદથી ધનધાન્યથી ભરપૂર પૃથ્વીને તું જોઈશ. ત્યાં લટકતા કેળના થાંભલાથી નમી પડેલી કેળા સુવર્ણભારથી ભરેલી શ્રીમન્તની સ્ત્રીઓ જેવી પગલે પગલે ઊભી છે. સ્નેહાળ છાયાવાળા, મિષ્ટ ફળવાળા કક્ષાના માંડવાથી મનોરમ બગીચાઓ પંડિતેના ગામ જેવા ત્યાં સ્થળે સ્થળે શોભે છે. ત્યાંની વાડીઓમાં ચમ્પકની મંડલી પુષ્પાથી દેદીપ્યમાન, સધન પત્રથી ભરેલી કુંપળ અને ફલથી દીપતી, ગુછાળા વિવિધ ભૂષણોને વસ્ત્રોથી શણગારેલી, સુવર્ણઘટ બાંધેલી, મસ્તકે તીક્ષ્ણ અંકુશ મૂકેલી હાથીની પંક્તિ જેવી દૂરથી જણાય છે. સુરતની ચારે તરફ લાખ તરુવરોથી, નાનાવિધ કુસુમથી ભરેલી વેલીઓના ક્રીડા કરતા સ્ત્રીપુરુષના યુગલને યોગ્ય કેળના ઘરેથી, બાળકોને ક્રીડાઘરોથી, વિલાસભવનના નાના સરોવરે ગેળ અને લાંબી વાવડીઓથી શોભતી વાડી પથરાયેલ છે. હે ચતુર ચન્દ્ર ! તાપીના કિનારા પર વિવિધ વસ્તુઓથી ભરેલા સમુદ્રના સંતાન સમા વહાણને જોતાં તને વિલમ્બ થશે. વિજ્યવંત વાવટાથી ફરકતા ને ચાલતા નગર સમા એ વહાણોને જોઈને કોણ આશ્ચર્યમુગ્ધ નથી થતાં?” સુરતને પરિચય ઉપાધ્યાયજી મહારાજ એ પ્રમાણે પથ પરિચય આપી ચન્દ્રને સુરત પહોંચાડે છે.