________________ તેને કાંઠે કઈ કઈ સ્થળે સુન્દર વનથી મને રમ છે. કેઈ સ્થળે તે યુવતીઓની ક્રીડાથી અપ્સરાથી સેવાતી હોય તેમ લાગે છે. ક્યાંઈક તો ઈને સૂકવેલા બહુમૂલ્ય વસ્ત્રોથી વેષભૂષા સજીને સજજ બની હેય એમ જણાય છે. સ્થલવિશેષમાં વિખરાઈને પડેલી છીપલીઓ ઘરેણું સમી શોભી રહી છે. સ્વચ્છ જલનું દાન આપી નિખિલ નગરજનોને આ નદી ખુશ કરે છે. ક્રીડાવિલાસમાં આસક્ત લેકને ખોળામાં લઈને રમાડે છે. દૂરથી તરંગે ઉછાળી ભેટે છે, પવિત્ર કરે છે; માટે પ્રથમ તને તેને પરિચય આપેલ છે. આ નદીને બન્ને કાંઠે ચક્રવાકની વિયાગિની હૃદય રમણીઓ આંસુથી ભરેલા લોચનવાળી રહી હશે. તારા કિરણે ફેંકી તેને તું દુઃખી ન કરતે, કંઠે આવી રહેલાં પ્રાણવાળા વિરહીજને લેશ પણ દુઃખને સહન કરી શકતા નથી. રાજનગરનું વર્ણન– , છત પર ચડીને પોતાના પ્રિયના કરમાં કર મેળવીને ચાંદનીમાં સ્નાન કરતા નગરને ચારે તરફથી નિરખતી ગુજરાતણોનાં લેચન, હે બધુ, તું તારા કિરણોથી સાંત્વન કરજે. ચન્દ્ર! ત્યાં જઈને કેટલાએક નવપરિણીતાના શયનગૃહમાં બારી સન્મુખ થઈને કિરણે ફેંકી પ્રકાશ ન કરત; કારણ કે આવેલી નવવધૂઓ તદ્દન ભોળી-અચતુરા હેય છે. પ્રથમ તે તેના સ્વામી પાસે જતા શરમાય છે. સખીઓ સમજાવીને શયનગૃહમાં મોકલે છે. ત્યાં પણ તેને પારાવાર લજા થાય છે. સ્વામીની શમ્યા નજીક જતાં તે થંભી જાય છે. મીઠું મીઠું બેલીને તેના નાથ તેને શયામાં ખેંચે છે ત્યારે તે કાન ઉપર રાખેલ કમળને ઘા કરીને ઘરને દી બૂઝવી નાખે છે, ને જેમ તેમ કરી પતિ પાસે બેસે. તે પછી પતિ પરાણે તેના ચીવર હરે છે. એવી સ્થિતિમાં જે તે એકદમ ત્યાં પ્રકાશ કરીશ તે તે મુગ્ધાઓ મુંઝાઈ જશે. આવે સમયે સ્વામીની આંખ દાબી દેવાનો ઉપાય હજુ તે મુગ્ધાઓ જાણતી નથી. તારા કિરણોને રોકવા સમર્થ નથી તેવી અબલા–બાલા