________________ સિદ્ધરાજ જયસિંહના પિતા કર્ણદેવે આશાવલનું નામ ફેરવી “કર્ણાવતી” કર્યું હતું. પણ લેકે તે આશાવલ જ કહેતા. ઈ. સ. 1411 માં અમદાવાદ અહમદશાહે વસાવ્યું ત્યારે પણ તેના પરા તરીકે આશાવલ રહ્યું હતું. દિલ્હી ને આગ્રાની જ્યારે જાહોજલાલી ન હતી ત્યારે અમદાવાદ પ્રથમ પંક્તિનું શહેર ગણાતું. હાલ પણ અમદાવાદ વ્યાપારને માટે ચારેકેર પ્રસિદ્ધિ પામેલું નગર છે. પાટણ અને ખંભાતના નૂર ઓછા થયા ત્યારથી જૈનધર્મની રાજધાની તરીકેનું ગૌરવ અમદાવાદને જ વયું છે. જ્યાં 200 થી 250 જિનમન્દિર છે. સેંકડે ઉપાશ્રય છે. હજારો જેનોના ઘર છે. શાનિદાસ શેઠ, હેમાભાઈ પ્રેમાભાઈ, મનસુખભાઈ શેઠ વગેરે પ્રતિભાસમ્પન્ન પુરુષે રાજનગરના પ્રભાવના પ્રાણ સમા હતા. જેમની કુનેહ આગળ સલ્તનતે પણ નમતું આપતી. તેવા અનેક પ્રસંગમાંથી આપણે અહિં એક પ્રસંગને ઉલ્લેખ કરીએ. સત્તરમા સૈકામાં શાન્તિદાસ શેઠે સરસપુરમાં શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથનું બાવન જિનાલયનું ભવ્ય જિનમન્દિર બંધાવ્યું હતું. મન્દિરની મહત્તાને નહિં સહન કરતા ગુજરાતના તે સમયના સૂબા ઔરંગઝેબે તેને તેડીને મજીદ બનાવી. શેઠને દિલ્હીના બાદશાહ સાથે સમ્બન્યા હતા. જવેરાતની લેવડદેવડ તેમના હાથે જ દરબારમાં થતી. બાદશાહ શાહ