________________ નાખતે. એમ છ માસ સુધી ચાલ્યું. સૂત્રધારે કંટાળી ગયા. એકદા વિમલ મંત્રી અમ્બિકા દેવીની કૃપાથી સાહસ કરી રાત્રિએ કરમાં ઊઘાડી તરવારે દીવાની પાછળ છુપાઈને રહ્યા. વીરનાથ ઉપદ્રવ માટે આવ્યો ત્યારે સિંહનાદ કરી તેને પડકાર્યો. તે ડરી ગયો. રાંક થઈને વિમલશાહને તે વશ થયો. બલિ આપી તેને ખુશ કરી અમ્બામાતાને શરણે મેક. તે પ્રાસાદ પૂર્ણ કરાવ્યું. હે રેહિણીરમણ! તને આ સર્વ ઐતિહાસિક વાતે ત્યાં તારી ચાન્દનીમાં ફરતા ગૃહ પુરુની વાતથી સાંભળવા મળશે. બાજુમાં જ બનાવેલું ભીમાશાહનું ત્રીજું મન્દિર પણ તારે જવું. તને લાગશે કે ત્રણે ભુવનની શેભાને આક્રમીને ત્રિદશ-દેના વાસને પરાજિત કરનાર આ મન્દિરની ત્રિપુટી અહિં મૈત્રી સાધી આનન્દવાર્તા કરવા જાણે મળી ન હોય! ખરતરનું બનાવેલું થડે જ દૂર એક ચૈત્ય છે તેમાં પણ ચતુમુખે વિરાજેલા ચાર અરિહન્ત બિબેને તું વંદન કરજે. તે જોતાં તને મહાવિદેહમાં સાક્ષાત જોયેલું સમવસરણ યાદ આવશે. બીજા અહિ દિગમ્બર વગેરેના મન્દિર છે તે જોવા પણ ત્યાં સ્થાપેલી પ્રભુની પ્રતિમાઓને નમસ્કાર ન કરે. દિગમ્બરે, કડવા મતવાળાઓ ને બાહ્ય વેષને જ ધારણ કરનારાઓએ સ્થાપેલ બિઓ સમાચારીશુદ્ધ આચાર પાલનારા સાધુઓના વાસક્ષેપ વિધાન સિવાય પૂજનીય નથી. અચલગઢનું વર્ણન– અહિંથી થોડે દૂર અચલગઢ છે. તેના શિખર પર એક ચાર દ્વારનું અતિશય ઊંચું ચૈત્ય છે. ત્યાં ધાતુના રવમય ભાસતા ચાર બિબ્બે ઘણા મેટા છે. પૃથ્વીપટ પર તેવા બિઓ બીજે જોવામાં આવતા નથી. ચૌદ સે મણ તેનું વજન કહેવાય છે. કાંઈક નીચે આવતા જીવદયાપ્રતિપાલ કુમારપાલ ભૂપાલનું કરાવેલ એક સુંદર મન્દિર છે. તે જોતાં તને લાગશે કે શોભાનો ભાર ઉપાડીને ઊંચે ચડતું આ મન્દિર જાણે અહિ વિશ્રામ લેવા ન રહ્યું હોય ! ભાવપૂર્વક ત્યાં પ્રતિમાજીને વન્દન કરજે. હે ઔષધિપતિ ! આ પર્વત ઘણી દિવ્ય ઔષધિથી ભરેલું છે