________________ 18 ગયેલા તેના શિખરે છે. વાયુથી વાગતા વેણુઓનું સંગીત માનના ચિત્તને દૂર દૂરથી પણ ત્યાં ખેંચે છે. ઊંચામાં ઊંચા તેના શિખરો પર સરોવરને કિનારે લીલું લીલું ઘાસ ઊગેલ છે. તારા અંકમાં રહેલા હરણને ત્યાં ચરવા માટે છૂટો મૂકજે. બિચારો ઘણા કાળને ભૂખ્યા છે. આકાશમાં તેને લીલું ઘાસ ક્યાંથી સાંપડે? વળી ધ્યાનમાં રાખજે કે તે લીલા લીલા તૃણ ચરવાના લોભમાં દૂર નીકળી ન જાય. તેને તારી દષ્ટિ બહાર જવા દે નહિં. નહિ તે આ આખૂની ગહન ઝાડીમાં જડપાઈ ગયેલા મોટા ગજરાજોને ય પત્તો લાગતું નથી. ગાઢ વનમાં તેઓ શું નિર્ણ છે તે બિરે હરણનું શું કહેવું ? વળી તે નિકુંજમાં દૂર દૂર દેવાંગના આવીને વીણા વગાડે છે, મધુર સ્વરે ગીત ગાય છે. શ્રવણાસક્ત તે ત્યાં રહી જાય તે તારે શોધવા નીકળવું પડે, વિલમ્બ થાય; કારણ કે તારી જેવા નાના પણ આશ્રિતને છોડી ચાલી નીકળતા નથી. ત્યાંના સઘન વનમાં નિબિડ અન્ધકાર રહે છે. તે દૂર કરવા તું સમર્થ ન થાય તે તેથી તું તારી કમળતા માટે ખેદ ન કરતે; કારણ કે ત્યાં દિવસે પણ સ્વર્ગની વૈશ્યાઓ ઘર કરીને રહે છે. પ્રખર પ્રતાપી સૂર્ય પણ તે તમને ભેદી શકતા નથી. ત્યાં વિમલ વસતિમાં શ્રી આદિનાથસ્વામી ને વસ્તુપાલના ચૈત્યમાં શ્રી નેમિનાથસ્વામી વિરાજે છે. દેવે પણ તેમને સેવે છે. વિમલશાહ અને વસ્તુપાલના સ્થિર થયેલ ઉજજવળ યશરૂપી શરીર સમા તે બન્ને ઉચ્ચ પ્રાસાદે સ્વચ્છ આરસના રચેલા, અનેક પ્રકારે સૂક્ષ્મ કારિગરીવાળા વિજ્યવંત વર્તે છે. જ્યાં વિમળવસતિ છે તે ભૂમિ પ્રથમ બ્રાહ્મણોના કબજામાં હતી. બ્રાહ્મણે તે આપતા ન હતા. પોતાના અધિકારથી–સત્તાથી દબાવીને પણ વિમળશાહ તે લેવાને સમર્થ હતાં, પણ તેમ ન કરતાં તેમણે જમીન ઉપર રુપાના નવા બનાવેલા સિક્કા પાથરીને જમીન જેટલું રૂપું વિપ્રને આપ્યું ને ખુશ કર્યા, જમીન મેળવી. પ્રાસાદનું ચણતર શરુ થયું. ત્યાં એક બીજો ઉપદ્રવ થવા લાગ્યો. વીરનાથ નામને એક કર ક્ષેત્રપાલ, સૂત્રધાર દિવસે જેટલું ચણતા તેટલું રાત્રે પાડી