________________ જતી અભિસારિકાઓને અન્તરાય થશે તે પણ પૃથ્વીના શણગાર સમા તે નગરને નીરખ્યા વગર તારે ન જવું. ચારે તરફ દૃષ્ટિ નાખી જેવું. જેવા લાયક ન જોવાય તે પાછળથી પસ્તાવું પડે છે. શિરેહનું વર્ણન– ત્યાંથી તારે શ્રીરહિણી ( શિરોહી) નગરીએ જવું. તે નગરી પણ થોડો સમય રોકાઈને ચારે તરફથી જોવી. સાર્થક વિલમ્બ સને હદયદાહી થતું નથી. ધાર્મિકજને તે નગરીમાં એક મહાન આનન્દ છે, કારણ કે ત્યાં વિશાળ ને ઉચ્ચ જિનેશ્વર પ્રભુના મંદિરે પંક્તિબદ્ધ છે. માર્ગમાં જતા જતા પણ પ્રતિમાજી મહારાજના દર્શન થઈ શકે તેમ છે. તારે પણ તે જ માગે થઈને જવાનું થશે, એટલે બને બાજુ આવેલા દહેરાસરમાં જિનમૂર્તિને નમસ્કાર કરી પાવન થજે. બીજું મારા જેવા મુનિમિત્રનું કાર્ય કરવા સજજ થએલ તું આ એક વાત ખાસ ખ્યાલમાં રાખજે-તે નગરમાં સ્થાને સમુદાય વસે છે. ધર્મ, વૈર્ય ને બુદ્ધિને હરનારા તે સમૂહથી તારે દૂરદૂર જ વિચરવું. તેમાંની કેટલીક ભોગીઓ(સર્પ)થી વીંટળાયેલી નાગણ જેવી છે. સેવવા માત્રથી મરણને શરણ કરાવનારી કેટલીક કિપાક વેલડી સમી છે. યુવાનને ગબડાવનારી કાઈ કઈ તે મોટા ખાડા સમાન છે. કોઈ મતિમુંઝવી દેનારી આંધીની ડમરી તુલ્ય છે. કેટલીક તીક્ષણ કટાક્ષબાણ મારી તરુણેના મર્મસ્થાન વીંધે છે. કેાઈ પિતાને ભાવને જણાવવામાં મનોહર કામવિલાસના વચનથી હૃદય હરે છે. કેટલીક ઉજજવળ હાસ્ય ફેંકીને મન્ડમતિઓને મોહિત કરે છે. કેટલીક ઊંચા વધેલા સ્તનના અગ્રભાગને ખુલ્લા કરી પૈર્ય તૂટે છે, માટે યુવાન હરણની જાળ જેવી તે વારાંગનાને દૂરથી જ ત્યાગ કરે એ આ લેક ને પરલેક બનેને માટે કલ્યાણુકર છે. તેમાં પણ અમારા કાર્ય માટે નીકળેલા તારે તે ખાસ દૂર રહેવું; માટે જ ફરી ફરી બે ત્રણ વાર તને કહું છું.” જોધપુરથી જાલેર ને સુવર્ણચલ 36 ગાઉ થાય છે. આજ પણુ પર્વત ઉપર આવેલા ત્રણ કિલ્લાઓ, ભવ્ય જિનમન્દિર