________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
જ્ઞાનસાર વિવેચન : “હે મુનિ, તારા માટે તે સમસ્તજ્ઞાનનું રહસ્ય શું પ્રાપ્ત કર્યું? તારા આત્માને એ રહસ્યજ્ઞાન આપીને પરમ સંતુષ્ટ કર્યો?
પદ્રવ્ય, પરગુણ, પરપર્યાયમાં પરિભ્રમણ...અભિરમણ કરી કરીને તે પરિશ્રાંત બની ગયો છે, પરમાં કરેલા અનંતકાલના અભિરમણમાં તે સંતોષ પામ્યો નથી, તેનો અસંતોષ વધતો જ ગયો છે. હવે તેને સંતુષ્ટ કરવાની જરૂર છે. એ પણ ન ભૂલવું જોઈએ કે પરદ્રવ્ય-ગુણા-પર્યાયમાં હજુ અનંતકાળ સુધી રમણતા રહેશે તો પણ આત્માને સંતોષ થવાનો નથી. એનો અસંતોષ તીવ્ર બનતો જશે.
હે આત્મનું, તું તારામાં જ પરિણતિ કર. તું શુદ્ધ આત્મદ્રવ્ય છે. તેમાં જ તું રમણતા કર. તું તારા જ ગુણોમાં...જ્ઞાનદર્શનચારિત્રમાં લીન બની જા. તું તારો, વર્તમાન અવસ્થાનો અને ત્રણેય કાળની અવસ્થાઓનો દ્રષ્ટા બન. તારા સૈકાલિક પર્યાયો વિશુદ્ધ છે, તે વિશુદ્ધ પર્યાયોમાં પરિણત થઈ જા. એ જ પરિણતિ શ્રેષ્ઠ છે, ઉત્તમ છે.
હે આત્મનું, પરદ્રવ્ય-ગુણ-પર્યાયમાં આસક્તિ મિથ્યા છે, તુચ્છ છે. માટે એ આસક્તિ ત્યજી દે. શરીરમાં ઘરમાં, ધનમાં, રૂપરસ-ગંધ-સ્પર્શ-શબ્દમાં હવે રાગ ન કર. શરીર, ઘર, ધન... વગેરે પરપદાર્થોની પરિવર્તનશીલ અવસ્થાઓમાં તુ રાગ-દ્વેષ ન કર.”
આ પ્રમાણે આત્માને સંતુષ્ટ કરવો...કરતા રહેવું તે મુનિનું રહસ્યજ્ઞાન છે! અર્થાત્ મુનિનું દર્શન-જ્ઞાન-ચારિત્રથી ભિન્ન અસ્તિત્વ જ નથી, એમ નિશ્ચય કરીને દર્શન-જ્ઞાન-ચારિત્રમય આત્મામાં જ મુનિએ લીનતા કરવી તે મુનિજીવનનું મુખ્ય કર્તવ્ય છે. તે માટે ઉપરોક્ત ભાવના, કે જે આત્માને સંબોધીને બતાવવામાં આવી છે, તેનું વારંવાર રટણ કરવું જરૂરી છે. જ્યાં કોઈ પરપુદ્ગલમાં ચિત્ત જવા જાય ત્યાં તુરત જ આ મુષ્ટિજ્ઞાન-સંક્ષિપ્ત રહસ્યજ્ઞાનથી આત્માને ખુશ કરીને રોકી દેવો. મોહને હણવા માટે આ રહસ્યજ્ઞાન પ્રબળ સાધન છે.
अस्ति चेद् ग्रन्थिभिज्ज्ञानं किं चित्रः तन्त्रयन्त्रणैः ।
પ્રવીવા: વાયુચનો તમો ની દ્રષ્ટિવ વેત્ Tદ્દા રૂ૮ || અર્થ : જો ગ્રંથિભેદથી થયેલું જ્ઞાન છે તો અનેક પ્રકારનાં શાસ્ત્રનાં બધૂનોનું શું કામ છે? જો અંધકારને હણનારી ચક્ષુ જ છે, તો દીપકો ક્યાંથી ઉપયોગી થાય?
For Private And Personal Use Only