________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨
જ્ઞાનસાર
૧. બિતેન્દ્રિય : ધ્યાતા પુરુષ જિતેન્દ્રિય જોઈએ. ઈન્દ્રિયોના વિજેતા! કોઈ ઇન્દ્રિયની એને આધીનતા ન હોય. કોઈ ઇન્દ્રિય એને સતાવી ન શકે. ઇન્દ્રિયો એ મહાત્માની આજ્ઞામાં રહે. ઇન્દ્રિય પરવશતાની કોઈ દીનતા એને ન સ્પર્શે. ઇન્દ્રિયોની ચંચળતામાંથી જન્મતા રાગ અને દ્વેષ એને ન હોય. આવો જિતેન્દ્રિય મહાત્મા ધ્યાનથી ધ્યેયમાં લીન થાય.
૨. ધીર : સત્ત્વવંત મહાપુરુષ જ ધ્યાનની તીક્ષ્ણ ધાર પર ચાલી શકે. ધ્યાનાવસ્થામાં દીર્ઘકાળ સત્ત્વશાળી જ ટકી શકે. આંતરબાહ્ય ઉપદ્રવોની સામે સત્ત્વશીલ મહાત્મા જ ટકી શકે. રામચન્દ્રજીની સામે સીતેન્દ્ર કેવા ઉપદ્રવ કર્યા હતા? છતાં સત્ત્વવંત રામચન્દ્રજી ધ્યાનદશામાંથી જરાય વિચલિત નહોતા થયા. સત્ત્વ હતું! ધીરતા હતી! ઇન્દ્રિયોનો કોઈ સુંદર વિષય આકર્ષી ન શકે એનું નામ સત્ત્વ! કોઈ ભય, ઉપદ્રવ કે ઉપસર્ગ ડરાવી ન શકે એનું નામ ધીરતા. ધ્યેયમાં એકાકાર બનવા માટે ધીર બનવું જ પડે.
રૂ. પ્રશાન્ત : સમતાનો શીતલ કુંડ! ધ્યાતાનો આત્મા એટલે ઉપશમનાં ખળખળ વહેતાં ઝરણાંનો જ પ્રદેશ. ત્યાં સદૈવ શીતળતા હોય. ન ક્રોધ, ન માન, ન માયા, ન લોભ. ભલેને એ દુષ્ટ કષાયોના સળગતા કોલસા એના પર ફેંકવામાં આવે. ઉપશમના કુંડમાં પડતાં જ એ કોલસા ઠંડાગાર! પેલા દૃઢપ્રહારી મહાત્મા... નગરના દરવાજે ધ્યાતા, ધ્યાન ને ધ્યેયની એકતા સાધતા ઊભા હતા ને? ત્યાં નગરવાસીઓએ એમના પર ક્રોધના અંગારા નહોતા ફેંક્યા? પરંતુ એ મહાત્માને અંગારા બાળી શક્યા ન હતા! કેમ? ઉપશમરસના કુંડમાં એ અંગારા બુઝાઈ જતા હતા! તમે ધ્યાની પુરુષોનો ઇતિહાસ જુઓ, ઉપશમરસનો મહિમા ત્યાં જોવા મળશે. હા, માત્ર ધ્યાનવેળાએ પ્રશાન્ત રહેવાનું અને બીજા સમયે કષાયોને છૂટો દોર આપવાનો, એવું ન કરશો! જીવનની પ્રત્યેક ક્ષણ ઉપશમરસની ગાગર હોય. દિવસ હો કે રાત્રી હો, નગર હો કે જંગલ હો, રોગી હો યા નીરોગી હો, કોઈ પણ કાળ હો કે કોઈ પણ ક્ષેત્ર હો, ધ્યાની પુરુષ શાન્તરસનો સ્વામી જ હોય.
૪. સ્થિર : ચંચળતા ન હોય એ ધ્યેયના ઉપાસકમાં. જે ધ્યેય સાથે ધ્યાન દ્વારા એકત્વ મેળવવું છે, તે ધ્યેય શું છે? અનંત કાળની સ્થિરતા, નિશ્ચળતા ત્યાં કોઈ મન-વચન-કાયાના યોગ જ નહીં... ત્યાં કોઈ અસ્થિરતા નહીં... પછી એ ધ્યાતાએ ચંચળ કેમ જ બનાય? અસ્થિરતા-ચંચળતા એ ધ્યાનમાં બાધક તત્ત્વો છે. ધ્યાનમાં એવી સહજ સ્થિરતા હોય કે ધ્યાનમાં કોઈ વિક્ષેપ ન પડે.
For Private And Personal Use Only