Book Title: Gyansara
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 546
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નયવિચાર ૪૯૩ “નય'ની આ પરિભાષા નયવાદને મિથ્યાવાદ સિદ્ધ કરે છે. “સળે નથી મિચ્છાવાળો' આ આગમની ઉક્તિથી સર્વે નયનો વાદ મિથ્યાવાદ છે. નયાન્તરનિરપેક્ષ નયને મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ નયામાસ કહે છે. શ્રી સતિ-ત' માં સિદ્ધસેન દિવાકરજી નયોના મિથ્યાત્વ અને સભ્યત્ત્વનું માધ્યમ આ રીતે બતાવે છે : तम्हा सव्वे वि मिच्छादिट्ठी सपक्खपडिबद्धा । अण्णोण्णणिस्सिया उण हवन्ति सम्मत्तसब्भावा ।।२१।। ‘સ્વપ્રક્ષપ્રતિબદ્ધ સર્વે નયી મિથ્યાદૃષ્ટિ છે. અન્યોન્ય સાપેક્ષ સર્વે નયો સમકિત દૃષ્ટિ છે.” દૃષ્ટાંત દ્વારા ઉપરોક્ત કથનને સમજાવતાં તેઓશ્રીએ કહ્યું છે : जहऽणेयलक्खणगुणा बेरुलियाईमणी विसंजुत्ता। रयणावलिववएसं न लहंति महग्घमुल्ला वि ।।२२ ।। तह णिययवायसुविणिच्छिया वि अण्णोण्णपक्खणिखेक्खा । सम्मइंसणसदं सब्वे वि णया ण पावेंति ।।२३।। જેવી રીતે વિવિધ લક્ષણથી યુક્ત વૈર્યાદિ મણિ મહાન કિંમતી હોવા છતાં જુદાંજુદાં હોય ત્યાં સુધી “રત્નાવલિ' નામ પામી શકતાં નથી, તેવી રીતે નર્યા પણ સ્વવિષયનું પ્રતિપાદન કરવામાં સુનિશ્ચિત હોવા છતાં જ્યાં સુધી અન્યોન્ય-નિરપેક્ષ પ્રતિપાદન કરે ત્યાં સુધી “સમ્યગ્દર્શન' નામ પામી શકતા નથી, અર્થાત્ સુનય કહેવાતા નથી. द्रव्यार्थिक नय-पर्यायार्थिक नय : પ્રત્યેક વસ્તુના મુખ્યતયા બે અંશ હોય છે : (૧) દ્રવ્ય, અને (૨) પર્યાય. વસ્તુને જે દ્રવ્યરૂપે જ જુએ તે દ્રવ્યાર્થિક નય, અને વસ્તુને જે પર્યાયરૂપે જ જુએ તે પર્યાયાર્થિક નય. મુખ્ય બે જ ગયો છે. નૈગમાદિ નયો આ બે નયના જ વિકલ્પ છે. ભગવંત તીર્થંકરદેવના વચનોના મુખ્ય પ્રવક્તા તરીકે આ બે નવો કહેલા છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 544 545 546 547 548 549 550 551 552 553