Book Title: Gyansara
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 547
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૪ - જ્ઞાનુસાર સતિવર્ષ માં કહ્યું છે : तित्थयरवयणसंगह विसेसपत्थारमूलवागरणी। दव्वट्ठिओ य पज्जवणओ य सेसा वियप्पासि ।।३।। તીર્થંકરનાં વચનના વિષયભૂત (અભિધેયભૂત) દ્રવ્ય-પર્યાય છે. તેનો સંગ્રહાદિ નયો વડે જે વિસ્તાર કરવામાં આવે છે, તેના મૂળ વક્તા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયો છે. નૈગમાદિ નયી તેમના વિકલ્પો છે, ભેદો છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયોનાં મંતવ્યોનું સ્પષ્ટ પ્રતિપાદન કરતાં “સમ્મતિ-ત” માં કહ્યું છે : उप्पज्जंति वियंति य भावा नियमेण पज्जवणयस्स। दबट्ठियस्स सव्वं सया अणुप्पन्नमविणंटुं ।।२१।। પર્યાયાર્થિક નયનું મંતવ્ય છે કે સર્વ ભાવ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, અર્થાતુ પ્રતિક્ષણ ભાવો ઉત્પાદ-વિનાશ સ્વભાવવાળા છે. દ્રવ્યાર્થિક નય કહે છે કે સર્વ વસ્તુ અનુત્પન્ન-અવિનષ્ટ છે, અર્થાત્ દરેક ભાવ સ્થિર સ્વભાવવાળો છે. દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ છે : (૧) નગમ, (૨) સંગ્રહ, અને (૩) વ્યવહાર. પર્યાયાર્થિક નયના ચાર ભેદ છે : (૧) ઋજુસૂત્ર, (૨) શબ્દ, (૩) સમભિરૂઢ, અને (૪) એવભૂત. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ઋજુસૂત્ર નયને દ્રવ્યાર્થિકનો ભેદ કહે છે. નામ : સામાન્ય-વિશેષાદિ અનેક ધર્મોને આ નય માને છે, અર્થાત્ “સત્તા' લક્ષણ મહાસામાન્ય, અવાંતર સામાન્યો - દ્રવ્યત્વ – ગુણત્વ - કર્મત્વ વગેરે તથા સમસ્ત વિશેષોને આ નય માને છે, 'सामान्यविशेषाद्यनेकधर्मोपनयनपरोऽध्यवसायो नैगमः।' - નિ તમષા આ નય પોતાના મંતવ્યને પુષ્ટ કરતાં કહે છે : 'यद्यथाऽवभासते तत्तथाऽभ्युपगन्तव्यम् यथा नीलं नीलतया।' જે જેવું દેખાય તેને તેવું માનવું જોઈએ-નીલને નીલ તરીકે અને પતિને પત તરીકે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 545 546 547 548 549 550 551 552 553