Book Title: Gyansara
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 549
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાનસાર ૧૪ ૪૯૬ નુસૂત્ર : "प्रत्युत्पन्नग्राही ऋजुसूत्रो नयविधिः । -आचार्य श्री मलयगिरिः જે અતીત છે તે વિનષ્ટ હોવાથી અને જે અનાગત છે તે અનુત્પન્ન હોવાથી ન તો તે બંને અર્થ-ક્રિયા સમર્થ છે, ન તે પ્રમાણના વિષય છે. જે કંઈ છે તે વર્તમાનકાલીન વસ્તુ જ છે - ભલે તે વર્તમાનકાલીન વસ્તુનાં લિંગ-વચન ભિન્ન હો. અતીત-અનાગત વસ્તુ નથી, તેવી રીતે જે પરકીય વસ્તુ છે તે પણ પરમાર્થથી અસતું છે, કારણ કે તે આપણા કોઈ પ્રયોજનની નથી. ઋજુસૂત્ર ના નિક્ષેપોમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારેય નિક્ષેપને માને છે. માત્ર વર્તમાન પર્યાયને માનનાર, સર્વથા દ્રવ્યનો અપલાપ કરનાર ઋજુસૂત્રાભાસ' નય છે. બૌદ્ધદર્શન જુસૂત્રાભાસમાંથી પ્રગટેલું દર્શન છે. तभेदेन तस्य तमेव समर्थ यमानः। પદ્ધ : આ નયનું બીજું નામ “સામ્પત' નય છે. આ નય પણ ઋજુસૂત્રની જેમ વર્તમાનકાલીન વસ્તુ જ માને છે, અતિત-અનાગત વસ્તુને નથી માનતો. વર્તમાનકાલીન પરકીય વસ્તુને પણ નથી માનતો. નિક્ષેપોમાં માત્ર ભાવનિક્ષેપને જ માને છે. નામ, સ્થાપના અને દ્રવ્ય-આ ત્રણ નિક્ષેપને માનતો નથી. એવી રીતે લિંગ અને વચનના ભેદથી વસ્તુનો ભેદ માને છે, અર્થાત્ એકવચન વાચ્ય “ગુરુ” નો અર્થ જુદો અને બહુવચન વાચ્ય “ગુરવ' નો અર્થ જુદો! એવી રીતે પંલિંગ અર્થ નપુંસકલિંગથી વાચ્ય નહીં અને સ્ત્રીલિંગથી પણ વાચ્ય નહીં. નપુંસકલિંગ-અર્થ પુલિંગ-વાચ્ય નહીં કે સ્ત્રીલિંગ-વાઓ નહીં. એમ સ્ત્રીલિંગ માટે પણ સમજવું. આ નય અભિન્ન લિંગ-વચનવાળા પર્યાય શબ્દોની એકાર્થતા માને છે. १४१. साम्प्रतमुत्पन्न प्रत्युत्पन्नमुच्यते, वर्तमानमिति। - आवश्यकसूत्र टीकायाम् For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 547 548 549 550 551 552 553