Book Title: Gyansara
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 476
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્માદિ પાંચ યોગ ૪ર૩ તે ધ્યાન ધર્મધ્યાન યા શુક્લધ્યાન હોય તો તે ધ્યાનયોગ બને છે. ભોંયરામાં જ્યાં વાયુનો પ્રવેશ ન થઈ શકે, ત્યાં સળગતા દીપકની જ્યોતિ સમાન ધ્યાન સ્થિર હોય, અર્થાતુ સ્થિર દીપકના જેવું હોય. ચિત્તનો ઉપયોગ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય વગેરે સૂક્ષ્મ પદાર્થોમાં હોવો જોઈએ. આ પ્રમાણે શ્રી યોગવિખ્યું ગ્રંથમાં પ્રતિપાદન કરાયેલું છે. “આ ધ્યાનયોગથી પ્રત્યેક કાર્યમાં ભાવનૈમિત્ય આત્મ-સ્વાધીન બને છે. પૂર્વકર્મોના બંધની પરંપરાનો વિચ્છેદ થઈ જાય છે. ૪. સતાયો : અનાદિકાલીન તહીન વાસનાઓ દ્વારા થતા સંકલ્પોથી જગતના જડચેતન પદાર્થોમાં જીવ ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરે છે. ઇષ્ટમાં સુખ માને છે, અનિષ્ટમાં દુઃખ માને છે. સમતાયોગી મહાત્મા જગતના જડ-ચેતન પદાર્થો પર એક દિવ્ય દૃષ્ટિ નાખે છે! ન તો તેને કંઈ ઈષ્ટ લાગે છે, ન અનિષ્ટ! તે પરામર્શ કરે છે : 'तानेवार्थान् द्विषतः तानेवार्थान् प्रलीयमानस्य। निश्चयतोऽस्यानिष्टं न विद्यते किञ्चिचदिष्टं वा ।' • प्रशमरति જે પદાર્થો પ્રત્યે જીવ એક વાર દ્વેષ કરે છે, એ જ પદાર્થો પ્રત્યે તે રાગ કરે છે!” “નિશ્ચયનય થી પદાર્થોમાં કોઈ ઈષ્ટતા નથી કે કોઈ અનિષ્ટતા નથી! છે માત્ર વાસનાવાસિત જીવની ભ્રમિત કલ્પના! 'प्रियाप्रियत्वयोर्यार्थ-व्यवहास्य कल्पना।' • अध्यात्मसारे પ્રિયાપ્રિયત્વની કલ્પના “વ્યવહારનયની છે. નિશ્ચયથી નથી કોઈ પ્રિય, નથી કોઈ અપ્રિય! 'विकल्पकल्पितं तस्माद् द्वयमेतन्न तात्त्विकम्।' - અધ્યાત્મસારે વિકલ્પશિલ્પીએ રચેલા ઈષ્ટ-અનિષ્ટોના મહેલો તાત્ત્વિક નથી, સત્ય નથી, હકીકત નથી.. આ વિવેકજ્ઞાનવાળો સમાયોગી જગતના સર્વ પદાર્થોમાંથી ઈષ્ટાનિષ્ટની ४३. वशिता चैव सर्वत्र भावस्तैमित्यमेव च । अनुबन्धव्यवच्छेद उदर्कोऽस्येति तद्विदः ।।३६३ ।। - योगबिन्दुः For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553