Book Title: Gyansara
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 530
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ આગમ ૪૭૭ ICC ૪૫ આગમ આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ સર્વજ્ઞતા પ્રાપ્ત કરીને ધર્મતીર્થની સ્થાપના કરી, અગિયાર વિદ્વાન બ્રાહ્મણોને દીક્ષા આપી એમને “ગણધર' પદવી આપી. ભગવતે અગિયાર ગણધરોને “ત્રિપદી' આપી. ‘૩પ વા વિચાર્મડુ વા યુવે વા.' આ ત્રિપદીના આધારે ગણધરોએ “શની' (બાર શાસ્ત્ર)ની રચના કરી. પાંચમા ગણધર સુધર્માસ્વામીએ જે દ્વાદશાંગી રચી, તેમાંથી બારમું અંગ “દષ્ટિવાદ' લુપ્ત થઈ ગયું છે. જે અગિયાર અંગ રહ્યાં, તેમાંથી પણ ઘણો ભાગ નષ્ટ થઈ ગયો, છતાં જે રહ્યું તેને આધારભૂત રાખીને કાલાંતરે અન્ય આગમો રચાયાં. એ રીતે છેલ્લાં સેંકડો વર્ષોથી ૪૫ આગમ પ્રસિદ્ધ છે, તે આગમોના ૬ વિભાગ છે : ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂળસૂત્ર, ૬ છેદસૂત્ર, ૧૦ પ્રકીર્ણક, ૨, ચૂલિકાસૂત્ર. આ ૪૫ આગમો ઉપર જે વિવરણો લખાયાં છે, તેના ચાર પ્રકાર છે : (૧) નિયુક્તિ, (૨) ભાષ્ય, (૩) ચૂર્ણ, અને (૪) ટીકા. આ વિવરણો સંસ્કૃત ભાષા અને પ્રાકૃત ભાષામાં લખાયેલાં છે. ૧૧ અંગ ૧૨ ઉપાંગ ૪ મૂળસૂત્ર ૧. આચાર ૧, ઔપપાતિક ૧. આવશ્યક ૨. સૂત્રકૃત ૨. રાજપ્રનીય ૨. ઉત્તરાધ્યયન ૩. સ્થાન ૩. જીવાભિગમ ૩. દશવૈકાલિક ૪. સમવાય ૪. પ્રજ્ઞાપના ૪. ઓઘનિર્યુક્તિ ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૫. સૂર્યપ્રજ્ઞપ્તિ ૬. જ્ઞાતાધર્મકથા ૬. ચંદ્રપ્રજ્ઞપ્તિ ૧૦૯. ૨૪ મું શાસ્ત્ર અષ્ટક, શ્લોક ૬ ૧૧૦. આગમ સાહિત્યની વિશેષ જાણકારી માટે જુઓ “આહંતુ આગમોનું અવલોકન' અને ' પિસ્તાલીસ આગમો' (લે. પ્રો. હીરાલાલ ૨. કાપડિયા) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553