Book Title: Gyansara
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 537
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४८४ જ્ઞાનસાર ૩. ઉપદેશરુચિ : જિનવચનના ઉપદેશનું શ્રવણ કરવાનો ભાવ અને અન્ય જીવોને જિનવચનનો ઉપદેશ કરવાની ભાવના. ૪. સૂત્રરુચિ : દ્વાદશાંગીના અધ્યયન-અધ્યાપકની ભાવના. ૧૨૦ધર્મધ્યાનનાં ચાર આલંબન છે : ૧. વાચના, ૨. પૃચ્છના, ૩. પરાવર્તન અને ૪. ધર્મકથા. અર્થાત્ સદ્ગુરુ પાસે વિનયપૂર્વક સૂત્રનું અધ્યયન કરવું. તેમાં શંકા પડે તો વિધિપૂર્વક ગુરુ મહારાજ પાસે જઈ પૃચ્છા કરવી. નિઃશંક બનેલા સૂત્રાર્થ ભૂલી ન જવાય તે માટે વારંવાર તેનું પુનરાવર્તન કરવું, અને એ રીતે આત્મસાતુ થયેલા સૂત્રાર્થના સુપાત્રની આગળ ઉપદેશ કરવો. આમ કરવાથી ધર્મધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. ૧૨ ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે ? ૧. અનિત્ય ભાવના, ૨. અશરણ ભાવના, ૩. એકત્વ ભાવના, અને ૪. સંસાર ભાવના. આ ચાર ભાવનાઓનું નિરંતર ચિંતન કરવાથી ધર્મધ્યાન ઉજ્વળ બને છે ને આત્મસાતું થઈ જાય છે. | શ્રી ઉમાસ્વાતિ ભગવંતે પ્રશમરતિ પ્રકરણમાં “ધર્મધ્યાન'ની ક્રમશઃ ચાર ચિંતનધારાઓ બતાવી છે : आज्ञाविचयमपायविचयं च सद्धयानयोगमुपसृत्य। तस्माद्विपायविचमुपयाति संस्थानविचयं च ।।२४७ ।। ૧. સાવિષય : આપ્તપુરુષનું વચન તે જ પ્રવચન છે.” આ આજ્ઞા છે. તે આજ્ઞાના અર્થનો નિર્ણય કરવો તે વિચય છે. १२०. धम्मस्स णं झाणस्स चत्तारी आलंबणा वायणा, पुच्छणा, परियट्टणा, धम्मकहा।- औपपातिकसूत्रे १२१. धम्मस्स णं झाणस्स चत्तारि अणुप्पेहाओ अनित्यत्वाशरणत्वैकत्वसंसारानुप्रेक्षाः। - औपपातिकसूत्रे १२२. आप्तवचनं प्रवचनं चाज्ञा, विचयस्तदर्थनिर्णयनम् । For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553