Book Title: Gyansara
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 542
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४८८ વીસસ્થાનક તપ: ૪. ગુરુ : યથાવસ્થિત શાસ્ત્રાર્થ કહેનારા, ધર્મોપદેશાદિ આપનાર. ૫. સ્થવિર : વયસ્થવિર (૬૦ વર્ષની ઉપરના), શ્રુત સ્થવિર (સમવાયાંગ સુધીના જ્ઞાની), પર્યાય વિર (૨૦ વર્ષના દીક્ષિત). ૭. બહુશ્રુત : જેમની પાસે ઘણું જ્ઞાન હોય. ૭. તપસ્વી : અનેક પ્રકારના તપ કરનાર તપસ્વી મુનિઓ. ૮. નિરંતર જ્ઞાનોપયોગ : ૯. દર્શન : સમ્યગ દર્શન. ૧૦. વિનય : જ્ઞાનાદિનો વિનય. ૧૧. આવશ્યક : પ્રતિક્રમણાદિ દૈનિક ધર્મક્રિયા. ૧૨-૧૩. શીલ-વત : શીલ એટલે ઉત્તરગુણ, વ્રત એટલે મૂળગુણ. ૧૪. ક્ષણ-લવ-સમાધિ : ક્ષણ...લવ...વગેરે કાળનાં નામ છે. અમુક સમય નિરંતર સંવેગભાવિત થઈ ધ્યાન કરવું. ૧૫, ત્યાગસમાધિ : ત્યાગ બે પ્રકારનો : દ્રવ્યત્યાગ અને ભાવત્યાગ. અયોગ્ય એવાં આહાર, ઉપાધિ વગેરેનો ત્યાગ અને સુયોગ્ય એવાં આહારઉપધિ વગેરેનું સાધુજનોને વિતરણ-આ છે દ્રવ્યત્યાગ. ક્રોધાદિ અશુભ ભાવોનો ત્યાગ અને જ્ઞાનાદિ શુભ ભાવોનું સાધુજનોને વિતરણ-આ ભાવત્યાગ. આ બંને પ્રકારના ત્યાગમાં શક્તિ અનુસાર નિરંતર પ્રવૃત્તિ કરવાની. ૧૬. તપસમાધિ : બાહ્ય-આત્યંતર બાર પ્રકારના તપમાં શક્તિ અનુસાર પ્રવૃત્તિ કરવાની. ૧૭. દશવિધ વૈયાવચ્ચ : આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષક, કુલ, ગુણ, સંધ અને સાધર્મિકની તેર પ્રકારે વૈયાવચ્ચ કરવાની : ૧, ભોજન, ૨. પાણી, ૩, આસન, ૪. ઉપકરણ-પડિલેહણ, ૫. પાદપ્રમાર્જન, ૬. વસ્ત્ર પ્રદાન, ૭. ઔષધપ્રદાન, ૮. માર્ગે સહાય, ૯. દુષ્ટોથી રક્ષણ, ૧૦. દંડ (દાંડ) ગ્રહણ, ૧૧. માત્રક અર્પણ, ૧૨. સંજ્ઞા માત્રક અર્પણ, અને ૧૩. શ્લેષ્મ માત્રક અર્પણ. ૧૮. અપૂર્વ જ્ઞાનગ્રહણ : નવું નવું જ્ઞાન મેળવવું. ૧૯. શ્રુતભક્તિ : જ્ઞાનભક્તિ. ૨૦. પ્રવચન પ્રભાવના : જિનોક્ત તત્ત્વોનો ઉપદેશ વગેરે આપવું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553