Book Title: Gyansara
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 540
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન ૪૮૭ વિતર્ક = શ્રાવિન્તા | ચૌદ પૂર્વગત શ્રુતજ્ઞાનનું ચિંતન. વિવાર: = સંદ્રના પરમાણુ, આત્મા આદિ પદાર્થ, એના વાચક શબ્દ અને કાયાકાદિ યોગ, આ ત્રણમાં વિચરણ, સંચરણ, અને સંક્રમણ. ૨. વકત્વ-વિતર્વ-વિવાર : શુક્લધ્યાનના આ બીજા પ્રકારમાં एकत्व, अविचारता, सवितर्कता હોય છે; અર્થાત અહીં પોતાના એક આત્મદ્રવ્યનું અથવા પર્યાયનું કે ગુણનું નિશ્ચલ ધ્યાન હોય છે; અર્થ, શબ્દ અને યોગોમાં વિચરણ હોતું નથી, અને ભાવશ્રુતના આલંબને શુદ્ધ આત્મસ્વરૂપમાં ચિંતન થતું રહે છે. શુક્લધ્યાનના આ બે પ્રકાર આત્માને ઉપશમશ્રેણિ યા ક્ષપકશ્રેણિમાં ચઢાવનાર છે, અર્થાત્ મુખ્યપણે શ્રેણિમાં હોય છે. બીજા પ્રકારના ધ્યાનના અંતે આત્મા વીતરાગ બને છે. ક્ષપક શ્રેણિવાળો ધ્યાની આત્મા જ્ઞાનાવરણીયાદિ કર્મ ખપાવી કેવળજ્ઞાન પામી સર્વજ્ઞ બને છે. ३. सूक्ष्म क्रिया-अप्रतिपाती : આ ધ્યાન ચિત્તનરૂપ નથી. સર્વજ્ઞ આત્માને બધું જ આત્મપ્રત્યક્ષ હોવાથી તેમને ચિન્તનાત્મક ધ્યાનની જરૂર જ રહેતી નથી. આ ત્રીજા પ્રકારમાં મનવચન-કાયાના બાદરયોગોનું રૂંધન થાય છે. સૂક્ષ્મ મન-વચન-કાયાના યોગોને રૂંધનારો એકમાત્ર સૂક્ષ્મ કાય યોગ બાકી રહે છે. આ ધ્યાન આત્માના એક તેવા પ્રકારની અવસ્થા છે, અને તે અપ્રતિપાતી છે, અવિનાશી છે; અર્થાત્ આ અવસ્થા અવશ્ય ચોથા પ્રકારના ધ્યાનરૂપ બની જાય છે. ૪. બુચ્છિન્ન ક્રિયા નિવૃત્તિ : અહીં સમગ્ર યોગ સદાને માટે વિરામ પામી ગયા હોય છે, વિચ્છેદ પામી આ ધ્યાનમાં ત્રણ વિશિષ્ટતાઓ રહેલી છે. ૧૨૮. સ્વશુદ્ધ આત્માનુભૂત ભાવનાના આલંબનથી અન્તર્જલ્પ ચાલે છે. ૧૨૯. શ્રુતપયોગ એક અર્થ પરથી બીજા અર્થ પર, એક શબ્દ પરથી બીજા શબ્દ પર, અને એક યોગથી બીજા યોગ પર વિચારણા કરે છે. ૧૩૦. ધ્યાન એક દ્રવ્ય ઉપરથી બીજા દ્રવ્ય પર, એક ગુણ ઉપરથી બીજા ગુણ ઉપર અને એક પર્યાય ઉપરથી બીજા પર્યાય પર સંક્રમણ કરે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553