Book Title: Gyansara
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 526
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાર અનુયોગ ૪૭૩ ક્રમશઃ એક પછી એક નરકમાં વધારે વધારે દુઃખ-વેદના હોય છે. સાત નરક સાત રાજલોક પ્રમાણ છે. સાતમી નરક સાત રાજલોક પ્રમાણ પહોળી છે. મધ્યલોક : મધ્યલોકમાં મનુષ્ય, જ્યોતિષદેવ, તિર્યંચ જીવો રહે છે. મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્ર છે. આપણે મધ્યલોકમાં છીએ. ૪ થાણ અનુયોગ "રાગ, દ્વેષ અને મોહથી અભિભૂત સંસારી જીર્વા શારીરિક અને માનસિક અનેક દુઃખોથી પીડિત છે. આ સમસ્ત દુઃખોને દૂર કરવા માટે હેય અને ઉપાદેય પદાર્થના પરિજ્ઞાનમાં યત્ન કરવો જોઈએ. એ પ્રયત્ન વિશિષ્ટ વિવેક વિના ન હોઈ શકે. વિશિષ્ટ વિવેક અનંત અતિશયયુક્ત આપ્ત પુરુષના ઉપદેશ વિના ન હોઈ શકે. રાગ, દ્વેષ અને મોહાદિ દોષોનો સર્વથા ક્ષય કરનાર “આપ્ત' કહેવાય. આવા આખ પુરુષ “અરિહંત' જ છે. અરિહંત ભગવંતનો ઉપદેશ જ રાગદ્વેષનાં બંધનો તોડવા સમર્થ છે. માટે એ અહંદુ-વચનની વ્યાખ્યા કરવી જોઈએ. પૂર્વાચાર્યોએ ચાર અનુયોગમાં અર્ધદ્રવચનને વિભાજિત કર્યું છે : ૧. ધર્મકથા-અનુયોગ, ૨. ગણિત-અનુયોગ, ૩. દ્રવ્ય-અનુયોગ, ૪. ચરણ-કરણ-અનુયોગ. અનુયોગ એટલે વ્યાખ્યા. ધર્મકથાઓનું વ્યાખ્યાન “શ્રી ઉત્તરાધ્યયન' વગેરેમાં છે. ગણિતનો વિષય સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરેમાં વર્ણવવામાં આવ્યો છે. દ્રવ્યોની ચર્ચાવિચારણા ચૌદ પૂર્વોમાં અને “સંમતિ આદિ ગ્રંથોમાં છે. ચરણ-કરણનું વિવેચન “આચારાંગસૂત્ર' આદિમાં કરવામાં આવ્યું છે. આ રીતે વર્તમાનમાં ઉપલબ્ધ ૪૫ આગમોનું આ ચાર અનુયોગમાં વિભાગીકરણ થઈ શકે. ૧૦૩, ૨૪મું શાસ્ત્ર અષ્ટક, શ્લોક ૨. ૧૦૪. આચારાંગસૂત્ર ટીકા; શ્રી શ્રીલાંકાચાર્યજી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553