________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાનુસાર
૫૬
बिभेषि यदि संसारान्मोक्षप्राप्तिं च काङ्क्षसि ।
તક્રિયાય તું wોય #રવ ન9 T૪૬ / અર્થ જો તું સંસારથી ભય પામે છે અને મોક્ષના લાભને ઈચ્છે છે તો ઇન્દ્રિયોનો જય કરવા માટે દેદીપ્યમાન પરાક્રમ ફોરવ.
વિવેચન : શું તમે સંસારથી ભયભ્રાન્ત છો? ચાર ગતિમાં થતી જીવની ઘોર વિટંબણાથી હવે તમે ત્રાસી ગયા છો? સંસારના વિચિત્ર મોહસંબંધો કરી કરીને હવે ભારે અકળામણ થઈ રહી છે? વિષયવિવશતા અને કષાયપરવશતામાં તમે ભયંકર ખુવારી અનુભવી રહ્યા છો? તમારે આવા બિહામણા સંસારથી મુક્ત થવું છે? મુક્ત થવાની ભાવના નહિ ચાલે, વાસના જાગી ગઈ છે? પિંજરામાં પુરાયેલા સિંહની પિંજરામાંથી મુક્ત થવાની વાસના તમે જોઈ છે? એના ધમપછાડા તમે જોયા છે?
સંસારના પિંજરામાંથી મુક્ત થઈને મોક્ષમાં જવું છે? મોક્ષની અનંતકાલીન સ્વતંત્રતા જોઈએ છે? મોક્ષની અનંત ગુણસમૃદ્ધિ જોઈએ છે? મોક્ષનું અનંતજ્ઞાન અને અનંતદર્શન મેળવવાની તમન્ના છે? તો તમારે એક પુરુષાર્થ કરવો પડશે. એક મહાન પુરુષાર્થ આદરવો પડશે... હા, ભાગ્યના ભરોસે નહિ રહેવાય. કાળનું બહાનું નહિ કાઢી શકાય. ભવિતવ્યતાની સુંવાળી સોડમાં નહિ ભરાઈ જવાય. એ તો મન... વચન... કાયાથી કાળો પુરુષાર્થ કરવો પડશે. આરામને હરામ કરવો પડશે.
તમે તમારી પાંચ ઇન્દ્રિયો પર વિજયી બને. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શવિષયક ઈચ્છાઓ પર નિયંત્રણ મૂકી અમર્યાદ ઈચ્છાઓનો નિગ્રહ કરો. શબ્દ... વગેરેની જે કોઈ ઈચ્છા જાગે, તેને પૂર્ણ ન કરો. પૂર્ણ કરવાનો વિચાર પણ ન કરો. પરંતુ તે ઈચ્છાને નહિ પૂરવાનો સંકલ્પ કરો. ઈચ્છાને પૂર્ણ ન કરતાં જો કોઈ દુઃખ આવે, તો તેને હસતા મુખે સહન કરો, દુઃખને સહન કરવાની શક્તિને વિકસાવો... શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શનાં સુખો ભોગવવાની અને એ દ્વારા આનંદપ્રમોદ મેળવવાની અનંતકાળ-જૂની આદતને છોડવા માટે ચોક્કસ પ્રકારનાં લક્ષ બનાવી, તપ-ત્યાગ-જ્ઞાન-ભક્તિનો પુરુષાર્થ જીવનમાં આરંભી દો. સંસાર મુક્તિ અને મોક્ષ પ્રાપ્તિ માટે ઇન્દ્રિયવિજયનો પુરુષાર્થ અનિવાર્ય છે.
For Private And Personal Use Only