________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
છે... પરમાત્માના અનુગ્રહથી અને સદ્ગુરુની કૃપાથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન પ્રગટ થાય છે, દેશ-વિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત થાય છે; દાન...લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યની લબ્ધિઓનો આવિર્ભાવ થાય છે.
પ્રશસ્ત નિમિત્ત-આલંબનોનો જીવ પર કેવી અજબ પ્રભાવ છે! પારસમણિનો સ્પર્શ થતાં લોઢું સુવર્ણ બની જાય છે. તેમ દેવગુરુના સમાગમથી, મિથ્યાત્વ, કષાયો, અજ્ઞાન, અસંયમ વગેરે ઔદયિક ભાવોથી મલિન આત્મા સમકિત, સમ્યગુ જ્ઞાન...સંયમ વગેરે ગુણોથી સ્વચ્છ-સુશોભિત બની જાય છે! ક્ષાયોપથમિક ધર્મો પણ ત્યાં સુધી જ જરૂરી છે કે જ્યાં સુધી ક્ષાયિક ગુણોની પ્રાપ્તિ નથી થઈ. ક્ષાયિક ગુણો એ આત્માનું મૂળ સ્વરૂ૫ છે.. એ પ્રગટ થયા પછી લાયોપથમિક ગુણોની શી જરૂર છે? માળ પર પહોંચ્યા પછી નિસરણીની શી જરૂર? ઔદયિક ભાવોના ભોંયતળિયાથી ક્ષાયિક ભાવનાના માળ પર પહોંચવા માટે ક્ષાયોપથમિક ભાવો નિસરણી જવાં છે.
ચંદનની સુવાસ જેમ ચંદનની સાથે જ, ચંદનમાં એકમેકપણે અભેદ ભાવે રહેલી હોય છે તેમ ક્ષાયિક ધર્મો આત્મામાં અભેદપણે રહેલા છે. ક્ષાયિક જ્ઞાન, દર્શન, ચારિત્ર આત્મામાં સહજ સ્વરૂપે રહેલાં છે.
ક્ષાયોપથમિક ક્ષમાદિ ગુણોનો જે ત્યાગ થઈ જવો તેનું નામ ધર્મસંન્યાસ. આ તાત્વિક ધર્મસંન્યાસ, સામર્થ્ય યોગનો ધર્મસંન્યાસ કહેવાય છે.
“દ્વિતીયપૂર્વવરને પ્રથમજ્ઞાત્ત્વિો મત' યોગદૃષ્ટિ સમુચ્ચય' નામના ગ્રંથમાં કહેવાયું છે કે ક્ષાયોપથમિક ધર્મોના ત્યાગરૂપ ધર્મસંન્યાસ, આઠમા ગુણસ્થાનકે દ્વિતીય અપૂર્વકરણ કરતી વખતે હોય છે. સમ્ય દર્શન પામવા પૂર્વે જે અપૂર્વકરણ કરવામાં આવે છે તે અતાત્વિક ધર્મસંન્યાસ છે.
गुरुत्वं स्वस्य नोदेति शिक्षासात्म्येन यावता।
आत्मतत्त्वप्रकाशेन तावत् सेव्यो गुरुत्तमः ।।५।।६१।। અર્થ : જ્યાં સુધી શિક્ષાના સમ્યફ પરિણામથી આત્મસ્વરૂપના બોધ વડે પોતાનું ગુરુપણું પ્રગટ ન થાય ત્યાં સુધી ઉત્તમ ગુરુ સેવવા યોગ્ય છે.
વિવેચન : જેવી રીતે સાંસારિક સ્વજનોનો ત્યાગ કરવાનો છે, તેવી રીતે અત્યંતર-આંતરિક સ્વજનો સાથે સંબંધ બાંધવાનો છે. તે બાંધેલો સંબંધ તૂટી ન જાય તે માટે સદેવ સદ્ગુરુની ઉપાસના કરવાની છે.
For Private And Personal Use Only