________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩૭.
કર્મવિપાક-ચિંતન
दुखं प्राप्य न दीनः स्यात् सुखं प्राप्य च विस्मितः ।
मुनिः कर्मविपाकस्य जानन् परवशं जगत् ।।१।।१६१।। અર્થ : સાધુ કર્મના વિપાકને પરાધીન બનેલા જગતને જાણતા, દુ:ખ પામી દીન ન થાય અને સુખ પામી વિસ્મયવાળા ન થાય. વિવેચન : સંપૂર્ણ જગત, કર્મોની પરાધીનતા
કર્મોના પારતંત્રમાં કોઈ દીન છે, કોઈ હીન છે, તો કોઈ અભિમાની છે, કોઈ ઘેર ઘેર ભીખ માગે છે, કોઈ મહેલોમાં મસ્ત થઈ મહાલે છે, કોઈ ઇષ્ટના વિયોગમાં કરુણ કંદન કરે છે, કોઈ ઇષ્ટના સંયોગમાં સ્નેહનું સંવનન કરે છે... કોઈ રોગ-વ્યાધિથી ઘેરાઈ વલવલતો વિલાપ કરે છે. કોઈ નીરોગી કાયાના ઉન્માદમાં પ્રલાપ કરે છે.
કમના કેવાં કઠોર વિપાકો છે! જ્ઞાનાવરણીય કર્મના વિપાકથી અજ્ઞાનતા, મૂર્ખતા, મૂઢતા. જન્મે છે. દર્શનાવરણીય કર્મના ઉદયથી ઘોર નિદ્રા, અંધાપો, મિથ્યા પ્રતિભાસ વગેરે પ્રાપ્ત થાય છે. મોહનીય વિપાક તો અતિ ભયાનક
છે! અવળી જ સમજ! પરમાત્મા, સગરે અને સદ્ધર્મ અંગેની ઊંધી જ કલ્પના...હિતકારીને અહિતકારી માને, અહિતકારીને હિતકારી માને. ક્રોધથી ધૂંધવાય, માનના શિખરે ચઢીને પટકાય, માયાજાળને બિછાવે! લોભફણિધર સાથે ખેલ કરે! મોહનીય કર્મના વિપાકો કેવાં ભયાનક છે! વાત વાતમાં ભય અને નારાજી! ક્ષણમાં હર્ષ ને ક્ષણમાં શોક. વાતવાતમાં ભય અને વાતવાતમાં જુગુપ્સા પુરુષને સ્ત્રી-ભોગ-સંભોગના અભિલાષ અને સ્ત્રીને પુરુષનું શરીર-સુખ મેળવવાની ઝંખના! નપુંસકને સ્ત્રી-પુરુષ બંને તરફ આકર્ષણ! અંતરાયકર્મના વિપાકો પણ કેવા જટિલ અને ચોક્કસ પ્રકારના છે! પાસે આપવાની વસ્તુ હોય, લેનાર સુયોગ્ય-સુપાત્ર વ્યક્તિ હોય, છતાં આપવાની ઈચ્છા ન થાય.. વસ્તુ સામે હોય, ગમતી હોય, છતાં ન મળે!
સ્ત્રી...વસ્ત્ર...બંગલો હોવા છતાં એનો ઉપભોગ ન કરી શકે! ભોજન મનગમતું તૈયાર હોય છતાં ખાઈ ન શકે!..તપશ્ચર્યા કરવાના ભાવ ન જાગે!
મુનિ કોઈને ઊંચા કુળમાં જન્મેલો જુએ, કોઈને નીચા કુળમાં જન્મેલો જુએ... તેનું સમાધાન આ રીતે કરે : “આ ગોત્ર કર્મના વિપાક છે!” મુનિ કોઈને નીરોગી મસ્ત શરીરવાળો જુએ ને કોઈને દુર્બળ, રોગી અને સડી ગયેલી કાયાવાળો જુએ તેનું સમાધાન આ રીતે કરે : “આ સાતા-અસાતા
For Private And Personal Use Only