________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨
જાનુસાર સંસારના ભયથી પ્રાપ્ત થતી સંયમપાલનની અપ્રમત્તતા ઉપાદેય છે. “મારે સંસારમાં ભટકવું પડશે.' - આવો ભય તે આર્તધ્યાન નથી, પરંતુ ધર્મધ્યાન છે.
હા, જ્યારે મુનિ આત્માની નિર્વિકલ્પ સમાધિમાં લીન થાય, ત્યારે પેલો સંસારભય તે સમાધિમાં પોતાના અસ્તિત્વને વિલીન કરી દે છે. અલગ અસ્તિત્વ રાખતો નથી. તે મોક્ષ અને સંસારમાં નિઃસ્પૃહ હોય છે.. મોક્ષ મેળવવાનો વિચાર નહીં, સંસારના ભયની અકળામણ નહીં!
‘मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः'। જ્યારે એવી આત્મસમાધિ, નિર્વિકલ્પ...કોઈ જ માનસિક વિચાર વિના પ્રાપ્ત થાય, ત્યારે સંસારનો ભય રહેતો નથી; એવી આત્મદશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સંસારનો ભય હોવો જ જોઈએ. મુનિએ પણ એ ભય રાખવાનો છે.
મુનિએ મુનિપણું લીધું, તેટલા માત્રથી તેણે દુર્ગતિ પર વિજય મેળવી લીધો છે, તેમ મુનિએ ન માનવું જોઈએ, બેફિકર ન બનવું જોઈએ. જો મુનિ ભવભ્રમણના ભયને ત્યજી દે તો - જ શાસ્ત્ર-સ્વાધ્યાયમાં પ્રમાદ કરે.
વિકથાઓ (સ્ત્રી-ભોજન-દેશ-રાજકથા)માં પડી જાય. » દોષિત ભિક્ષા લાવે. ડગલે ને પગલે રાગ-દ્વેષ કરે.
મહાવ્રતોના પાલનમાં અતિચાર લગાડે. આ સમિતિ-ગુપ્તિ ન પાળે. માન-સન્માન અને કીર્તિની એષણામાં પડે. જન-જન માટે પ્રયત્ન કરે.
સંયમક્રિયાઓમાં શિથિલ બને. અનેક અનિષ્ટોનો ભોગ બની ભવના ભીષણ ભયમાં જઈને પડે, માટે ભવનો ભય.. દુર્ગતિપતનનો ભય મુનિએ રાખવો જ જોઈએ.
અહીં તો પૂજ્ય ઉપાધ્યાયજીએ સંસારને સમુદ્રની જ એક ઉપમા આપી છે. પરંતુ “અધ્યાત્મસાર'માં તેઓએ સંસારને અનેક ઉપમાઓ આપી છે : સંસાર વન છે, કારાવાસ છે, સ્મશાન છે, કૂવો છે... વગેરે. ભવસ્વરૂપનું
For Private And Personal Use Only