________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૩
નિયાગ (વજ્ઞ. - 'सुसंवुडा पंचर्हि संवरेहिं इह जीवियं अणवकंखमाणा।
वोसट्ठकाया सुइचत्तदेहा जहाजयं जयइ जन्नसेठं ।।' પાંચ સંવરથી સુસંવૃત, જીવિત પ્રત્યે અનાકાંક્ષી, શરીર પ્રત્યે મમતા વિનાના, પવિત્ર, દેહાધ્યાસના ત્યાગી, એવા મુનિવર કર્મનો જય કરનાર શ્રેષ્ઠ યજ્ઞ કરે છે.”
અગ્નિ પ્રદીપ્ત કરવો પડે. યોગ-ઉપાસના દ્વારા બુઝાઈ ગયેલા બ્રહ્મ તેજને પ્રજવલિત કરવાનું છે. ધ્યાન-ધર્મધ્યાન-શુક્લધ્યાન દ્વારા કર્મોને બાળવાનાં છે. આ રીતે ભાવયજ્ઞ (નિયાગ) કરીને શ્રેયની સિદ્ધિ કરવાની છે.
આ અષ્ટકમાં ‘યજ્ઞ” અંગેનું માર્મિક અને વાસ્તવિક સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.
पापध्वंसिनि निष्कामे ज्ञानयज्ञे रतो भव ।
सावधैः कर्मयज्ञैः किं भूतिकामनयाऽऽविलैः ।।२।।२१८ ।। .. અર્થ : પાપનો નાશ કરનાર, કામનારહિત એવા જ્ઞાનયજ્ઞમાં આસક્ત થા. સુખની ઇચ્છા વડે મલિન પાપસહિત કર્મયજ્ઞોનું શું કામ છે?
વિવેચન : તમારા જીવનનું લક્ષ્ય શું છે? મન-વચન-કાયાના પુરુષાર્થની દિશા કઈ છે? કઈ તમન્ના લઈને તમે જીવી રહ્યા છો? શું પાપોનો નાશ કરવાનું તમારું લક્ષ્ય છે? પાપોનો મેલ ધોવાનો પુરુષાર્થ કરી રહ્યા છો? આત્માને નિર્મળ બનાવવાની તમન્ના છે? જો હા, તો જ્ઞાનયજ્ઞમાં લીન બનો.
હા, સંસારના પાંચ ઇન્દ્રિયોને ક્ષણિક તૃપ્તિ આપનારા કોઈ સુખની કામના હૃદયના ખૂણેખાંચરે પણ ભરાયેલી ન જોઈએ. “પરલોકમાં સ્વર્ગનાં દિવ્ય સુખો મળશે,” એવી ભાવિ સુખની કામના પણ મનમાં છુપાયેલી ન જોઈએ. સુખો પ્રત્યે નિઃસ્પૃહ-નિરાગી બનીને આ “જ્ઞાનયજ્ઞ કરવાનો છે.
પાપોનો નાશ કરવાની પણ કામના જ કહેવાયને? એમ તમારે કહેવું છે? હા, એ કામના હોવા છતાં નિષ્કામપણું અખંડિત છે. એ કામના તમને પાપાચરણ તરફ ધક્કો નહીં મારે. તમે નિઃશંક બનીને પાપોનો નાશ કરવા માટે જ્ઞાનયજ્ઞ આરંભી દો.
સ્વર્ગ, પુત્ર, સ્ત્રી, ધન-વૈભવ વગેરે મુદ્ર કામનાઓથી કરાતા યજ્ઞના અગ્નિમાં આત્મા ઉજ્જવલ બનતો નથી, પણ દાઝી જાય છે, આ ઐહિક
For Private And Personal Use Only