________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨
જ્ઞાનસાર રાગી અને દ્વેષી દૃષ્ટિ વીતરાગને જોઈ શકે? વીતરાગના શરીરને ભલે જુએ, વીતરાગ-આત્માને ન જોઈ શકે- તે ય બીજા વીતરાગના શરીરને પોતાના વીતરાગ આત્માને જોવા માટે તો દૃષ્ટિ રાગદ્વેષરહિત જ જોઈએ.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે દૃષ્ટિને નિર્મળ કરો. દૃષ્ટિને નિર્મળ કરવી એટલે મનને, મનના વિચારોને નિર્મળ કરવા. ક્ષણે ક્ષણે રાગદ્વેષનાં દ્વન્દ્રોમાં અટવાતા વિચારો આત્મચિંતન પણ કરી શકતા નથી. વિચારોનો આંતરિક પ્રવાહ જ્યાં સુધી રાગદ્વેષના ડુંગરાઓમાંથી વહ્યા કરે છે ત્યાં સુધી ખળભળાટ રહેવાનો. મનના રાગદ્વેષ મિટાવી દેવા માટે પાંચ ઇન્દ્રિયો પર સંયમ, ચાર કષાયો પર અંકુશ, પાંચ આસવોથી વિરામ અને ત્રણ દંડથી વિરતી-આ સત્તર પ્રકારનો સંયમ પાળવો જ રહ્યો. કેવળ બાહ્ય સંયમ નહીં, આંતરિક સંયમ! સ્વાભાવિક રીતે જ વિચારો વિષય, કષાય, આસવ અને દંડ તરફ વળે નહીં, એવી મનઃસ્થિતિ સર્જવી પડે.
સંસારના ક્ષેત્રે ડગલે પગલે ઊભી થતી સમસ્યાઓ, ઉપસ્થિત થતી ઘટનાઓ કે જે અનુકૂળ-પ્રતિકૂળ હોય છે, તેમાં મન રાગ-દ્વેષી ન બને અને મધ્યસ્થતા ધારણ કરે, તો એ આત્મસ્વરૂપની નિકટતા પ્રાપ્ત કરી શકે. બાકી ક્ષણે ક્ષણે ક્રિોધાદિ કષાયોમાં રાચતા, શબ્દાદિ વિષયોમાં આકર્ષાતા, હિંસાદિ આસવોમાં રમતા આપણે વિશુદ્ધ આત્મસ્વરૂપના દર્શનની વાત પણ કરવા અધિકારી છીએ ખરાં? ચર્મદષ્ટિ અને વ્યવહારદૃષ્ટિમાં જ અટવાઈ ગયેલા આપણે ભલે “આત્મદર્શન પર મોટાં ભાષણો આપીએ... આપણને પોતાને એની કોઈ અસર થતી નથી.
न सुषुप्तिरमोहत्वान्नापि च स्वापजागरौ । कल्पनाशिल्पविश्रान्तेस्तुर्यैवानुभवो दशा ।।७।।२०७ ।। અર્થ : મોહરહિત હોવાથી ગાઢ નિદ્રારૂપ સુષુપ્તિદશા નથી, સ્વપ્ન અને જાગ્રત દશા પણ નથી. કલ્પનારૂપ કારીગરીનો અભાવ હોવાથી અનુભવરૂપ ચોથી જ અવસ્થા છે. વિવેચન : અનુભવદશા!!! -
શું એ સુષુપ્તિદશા છે? શું એ સ્વપ્નદશા છે? શું એ જાગ્રત દશા છે? આ ત્રણ દશાઓમાંથી શું કોઈનામાં ય આ અનુભવદશાનો સમાવેશ થાય એમ નથી? કેમ નહીં? આવો, આપણે વિચારીએ. (૧) સુષુપ્તિદશા નિર્વિકલ્પ છે; અર્થાત્ સુષુપ્તિમાં મનનો કોઈ વિચાર કે
For Private And Personal Use Only