________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૨૪
ાનસાર
ક્યારેક એ પ્રોફેસર (ભગવાન!) પ્રકૃતિનો...નિસર્ગનો કલ્પનાલોક પોતાની સાહિત્યિક ભાષાથી સર્જી દે છે અને એ કલ્પનામાં આત્મદર્શન... આત્માનુભૂતિ કરાવવાનો દંભ કરે છે. શું વિચારશૂન્યતા આત્માનુભૂતિ? શું નિસર્ગનું માનસિક કલ્પનાચિત્ર એ આત્માનુભૂતિ? તો તો વિચારશૂન્ય એકેન્દ્રિય વગેરે જીવોને આત્મસાક્ષાત્કાર થયેલો માનવો જોઈએ! નિસર્ગના ખોળે જ રહેતાં પશુપક્ષીઓને આત્માનુભૂતિના ફિરસ્તા માનવા જોઈએ.
=
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનો અનુભવ સુષુપ્તિરૂપ નથી, સ્વપ્નદશારૂપ નથી કે જાગ્રતદશારૂપ નથી. આ ત્રણેયથી જુદી જ એ ચોથી અવસ્થા છે. એ અવસ્થા પ્રાપ્ત કરવા સાચી દિશામાં પુરુષાર્થ કરવો જોઈએ.
अधिगत्याखिलं शब्द- ब्रह्म शास्त्रदशा मुनिः ।
स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति ।।८।। २०८ ।।
અર્થ : મુનિ શાસ્ત્રદૃષ્ટિ વડે સમસ્ત શબ્દબ્રહ્મને જાણીને અનુભવ વડે સ્વયંપ્રકાશી એવા પરબ્રહ્મને પરમાત્માને જાણે છે.
વિવેચન : ‘અનુભવદૃષ્ટિથી જ વિશુદ્ધ આત્મસ્વરૂપ જાણી શકાય છે તો પછી શાસ્ત્રોનું શું પ્રયોજન? શાસ્ત્રોનું અધ્યયન, પરિશીલન કંઈ કામનું નહીં ને?’
આ પ્રશ્નનું અહીં સમાધાન કરવામાં આવ્યું છે. શાસ્ત્રદૃષ્ટિથી સમસ્ત શબ્દબ્રહ્મનું જ્ઞાન કરવાનું છે. તે જ્ઞાન કરીને પરમાત્મસ્વરૂપ જાણવાનું છે. શાસ્ત્રદૃષ્ટિ વિના શબ્દબ્રહ્મનું જ્ઞાન ન થઈ શકે અને અનુભવષ્ટિ ખૂલે નહીં.
શાસ્ત્રોનું અધ્યયન, ચિંતન અને પરિશીલન અનુભવદૃષ્ટિ માટે કરવાનું છે. શાસ્ત્રાધ્યયનનું લક્ષ્ય-ધ્યેય ‘અનુભવ’ હોવું જોઈએ. શાસ્ત્રોમાં જ અટવાઈ જવાનું નથી. શાસ્ત્રોનું અધ્યયન વિદ્વત્તા પ્રાપ્ત કરી કીર્તિ કમાવા માટે કરનારા જીવો અનુભવ દૃષ્ટિ મેળવી શકતા નથી.
શાસ્ત્રોનું જ્ઞાન એવું મેળવવાનું છે કે ‘શાસ્ત્ર’ તમારી ‘દૃષ્ટિ' બની જાય. ‘ચર્મદૃષ્ટિ’ ઉપર ‘શાસ્ત્રદૃષ્ટિ’નાં ચશ્માં ચઢી જવાં જોઈએ. જે કંઈ જોવાનું, સાંભળવાનું કે વિચારવાનું, તે શાસ્ત્રના અનુસારે!
કુરગડુ મુનિના પાત્રમાં પેલા ચાર-ચાર મહિનાના ઉપવાસ કરી રહેલા મુનિઓ રોષથી થૂંક્યા હતા ત્યારે કુરગડુ મુનિએ ‘થૂંક’ને શાસ્ત્રદૃષ્ટિથી જોયું હતું. તપસ્વીઓનાં તિરસ્કારયુક્ત વચનો શાસ્ત્રદૃષ્ટિથી સાંભળ્યાં હતાં અને
For Private And Personal Use Only