________________
Shri Mahavir Jain Aradhana Kendra
ઇન્દ્રિયજય
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विवेकद्वीपहर्यक्षैः समाधिधनतस्करैः ।
इन्द्रियैयों न जितोऽसौ धीराणां धुरि गण्यते । १८ ।। ५६ ।।
૬૩
અર્થ : વિવેકરૂપ હાથીને હણવા માટે સિંહસમાન અને નિર્વિલ્પ ધ્યાનરૂપ સમાધિધનને લૂંટવા ચોરરૂપ ઇન્દ્રિયો વડે જે જિતાયો નથી, તે ધીર પુરુષોમાં મુખ્ય ગણાય છે.
વિવેચન : તેનું નામ ધીર પુરુષોમાં પણ ધીર! તેનું નામ વીર પુરુષોમાં પણ વીર! ભયંકર ગર્જના કરતા મોતના કરાળ મુખ જેવા કેસરીને સામે આવતો જોઈને પણ જેનું રૂંવાડુંય ન ફરકે... એવી એની ધીરતા! કાળમુખ કેસરી પણ જેના મુખમંડળની વીરતા જોઈને બીજો રસ્તો પકડી લે... એવી એની વીરતા
એક-એક ઇન્દ્રિય એક એક ભયાનક સિંહ છે. એક-એક ઇન્દ્રિય કુટિલ નિશાચર છે. તમારા આત્માંગણમાં ઝૂલતા વિવેક-હાથીનો શિકાર કરી જવા એ પ્રચંડ પાંચ સિંહ આત્મમહેલની આસપાસ આંટા મારી રહ્યા છે. તમારા આત્મમહેલમાં ભરચક ભરેલું સમાધિ-ધન... ધ્યાન-ધન ઉપાડી જવા માટે દુષ્ટ નિશાચરો છિદ્ર શોધી રહ્યા છે.
એ સિંહ છે પાંચ ઇન્દ્રિયો. એ ચોર છે પાંચ ઇન્દ્રિયો.
વાત એક છે : ઇન્દ્રિયોને ગમતા વિષયોમાં ન જવા દો, ‘મારે ઇન્દ્રિયજન્ય સુખ નથી ભોગવવું...' આવો દૃઢ નિશ્ચય કરો, વિષયો તમારી પાસે આવ્યા... ઇન્દ્રિયો એ તરફ આકર્ષાઈ અને મનડાએ તેમાં સહારો આપ્યો... બસ, આ તમારો પરાજય! તમારું વિવેકજ્ઞાન હણાઈ ગયું... તમારી નિર્વિકલ્પક સમાધિ ચોરાઈ ગઈ! તમે પરાજિત...પરાશ્રિત બની ગયા. એ તો જ્યારે વિષયો સામે આવે ત્યારે એના સામે જોવાની ફુરસદ જ ઇન્દ્રિયોને ન હોય... એને સહારો આપવાનો મનને રસ જ ન હોય... ત્યારે તમે વિજેતા... અને સ્વાશ્રયી.
વિષયોના વિયોગમાં ઇન્દ્રિયો જ્યારે ઝૂરે નહિ. પરમાત્મપરાયણ બની વિષયોની જ્યારે સાવ વિસ્મૃતિ કરી દે અને મનડું પણ ઇન્દ્રિયોને પરમાત્મધ્યાનમાં સહયોગ આપે... ત્યારે ધીર પુરુષોમાં પણ તમે ધીર બન્યા
For Private And Personal Use Only
દુનિયામાં તો તે પણ ધીર કહેવાય છે કે જે અનુકૂળ વિષયોના સંયોગમાં પરમાત્મધ્યાન...ધર્મધ્યાન વગેરેની બાહ્ય ક્રિયાઓ કરે છે; પરંતુ જ્યાં વિષયોની અનુકૂળતા ચાલી ગઈ ત્યાં ધીરતા પણ ગઈ! જાણીબૂઝીને વિષયોનો ત્યાગ કરી ઇન્દ્રિયોને સવિકલ્પક-નિર્વિકલ્પક સમાધિમાં લીન કરવાની છે.