________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામ
પ૩
તમામ અશુભ વિકારોને તિલાંજલિ આપવી જોઈએ. અને પરપદાર્થની સ્પૃહાઓથી તદ્દન નિવૃત્ત થઈ જવું જોઈએ... તો આ જ જીવનમાં મનુષ્ય મોક્ષ-સુખની વાનગીનો સ્વાદ પામી શકે એમ છે..
शमसूक्तसुधासिक्तं येषां नक्तं दिनं मनः ।
कदाऽपि ते न दह्यन्ते रागोरगविषोर्मिभिः ।।७।।४७।। અર્થ : જેઓનું મન રાતદિવસ શમના સુભાષિતરૂપ અમૃત વડે સિંચાયેલું છે, તેઓ કદી પણ રાગરૂપ સર્પના વિષની લહરીઓ વડે બળતા નથી.
વિવેચનઃ શમરસથી ભરેલાં શાસ્ત્રો... ગ્રંથ... સુભાષિતો દ્વારા જે મનુષ્યોનું ચિત્ત દિનરાત સિંચાયેલું રહે છે, તે ચિત્તમાં રાગ-ફરિધરનું કાતિલ ઝેર પ્રવેશી શકતું નથી. જે આત્મા નિરંતર ઉપશમરસભરપૂર ગ્રંથોનું પરિશીલન કરતો રહે છે, તેના ચિત્તમાં ભૌતિક વિષયોની આસક્તિ, રતિ, સ્નેહની વિહ્વળતા આવી શકતી નથી. મહિનાઓ સુધી કોશ્યા સોળ શણગાર સજીને
સ્થૂલભદ્રજીની સામે નૃત્ય કરતી રહીં; પરંતુ સ્થૂલભદ્રજીને રાગનો એક ડંખ પણ ન વાગ્યો..કેમ વારુ? ઉપશમરસથી ભરપૂર શાસ્ત્ર-પરિશીલનમાં નિમગ્નતા! મહિનાઓ સુધી પરસનાં માદક ભોજન કર્યા છતાં મદમદનનું એકેય તીર સ્થૂલભદ્રજીને સ્પર્શી ન શક્યું... કેમ વા? હાથ અને મોં ભોજનનું કામ કરતાં હતાં, મન સમતાયોગના સાગરની સહેલગાહની મસ્તીમાં હતું!
ઇન્દ્રિયો જ્યારે પોત-પોતાના વિષયમાં વ્યાપૃત થાય ત્યારે મન તેમાં ન જોડાય. મન ઉપશમરસના પરિભાવનમાં લીન રહે. બસ, પછી રાગ-દ્વેષ તમને કંઈ જ નહિ કરી શકે. આ માટે સર્વપ્રથમ તો મનને ઉપશમપોષક ગ્રંથોના અધ્યયનમાં, વારંવાર તેના પરિશીલનમાં રમતું રાખવું જોઈએ. એ કાળ દરમિયાન ઇન્દ્રિયોને અતિપ્રિય એવા વિષયોનો સંપર્ક તોડી નાખવો જોઈએ, બળજબરીથી પણ ઇન્દ્રિયોને એ વિષયોથી અલિપ્ત રાખવી. એમ વિષયોનો સંસર્ગ દીર્ધકાળ સુધી છૂટી જતાં અને બીજી બાજુ ઉપશમપોષક ગ્રંથોનું પરિશીલન.. ચિંતન થતાં મન ઉપશમરસમાં જ વારંવાર ડૂબકીઓ મારતું થઈ જશે. પછી અનિવાર્યપણે જે વિષય-સંપર્ક રાખવો પડશે, તેમાં રાગ-દ્વેષ પોતાનું જરાય પોત પ્રકાશી શકશે નહિ.
રાગની રમતમાં પણ સમતાનો ભાસ થાય છે! પણ જો જો એમાં ફસાતા. એ સમતા નથી, સમતાભાસ છે. બાહ્ય પદાર્થોની અનુકૂળતામાં મનુષ્ય
For Private And Personal Use Only