________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
શાન છે.. બાહ્ય.... પાર્થિવ જગતમાંથી આંતર ચેતનામય સૃષ્ટિ તરફ વળવાનું છે. તે શાસ્ત્રજ્ઞાનથી, જીવ! તું વાદ-પ્રતિવાદ કરવા લાગી ગયો? વાદપ્રતિવાદ કરીને રાગદ્વેષના શરણે ગયો? બાહ્ય જગતના યશ-અપયશમાં રાચવા લાગ્યો?
ભલા, તું એ તો વિચાર, કે તારી પાસે જે શાસ્ત્રો છે. તેનો અર્થનિર્ણય તેં કરી લીધો છે? નથી આજે કેવળજ્ઞાની પરમપુરુષો, નથી આજે મન:પર્યવજ્ઞાની-અવધિજ્ઞાની કે શ્રુતકેવલી મહાત્માઓ. અનંતજ્ઞાનીઓએ રચેલાં શાસ્ત્રોને તે અલ્પમતિથી સમજવાનો દાવો રાખે છે? તેં કરેલો અર્થનિર્ણય જ સાચો માની લેવાની ધૃષ્ટતા કરે છે? બીજાના અર્થનિર્ણયોને અસત્ય ઠરાવવા તું વાદ-વિવાદ કરવાની ચેષ્ટા કરે છે? સમજી રાખ, કે તારી મતિ અલ્પ છે, શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ અતિ મંદ છે, એવી સ્થિતિમાં તારી પાસે શાસ્ત્રજ્ઞાન છે તે અનિશ્ચિત અર્થવાળું શાસ્ત્રજ્ઞાન છે. શાસ્ત્રજ્ઞાન વડે તું મહિનાઓ સુધી વાદ-પ્રતિવાદ કર્યા કરીશ તોપણ તત્ત્વના પારને નહિ પામી શકે.. પરિપૂર્ણ જ્ઞાનાનંદને નહિ અનુભવી શકે. હા, વાદ-પ્રતિવાદમાં તારો વિજય થશે તેનો તને આનંદ થશે. પરંતુ તે આનંદ સ્વાભાવિક આનંદ નથી... વૈભાવિક આનંદ છે, એ ન ભૂલીશ. - વાદ-વિવાદ કરીને તત્ત્વ-સાક્ષાત્કાર માટે દોડવું, તે તો ઘાંચીના બળદ જેવી દોટ છે. ઘાંચીનો બળદ સવારથી સાંજ સુધી દોડ્યા જ કરે. પરંતુ બાર કલાકના અંતે ઠેરની ઠેર! આત્મનું, યશની લાલસાના પાટા આંખે બાંધીને, વાદ-વિવાદ કરતો તું દોડી તો રહ્યો છે, પણ જરા થોભીને આંખ પરથી પાટા ખોલીને તો જો, કે આત્મસ્વરૂપની કેટલી નિકટતા તે કરી છે? કર્મ-ધાંચીએ તારા ગળા પર ધૂંસરી નાખી છે..યશલાલસાના આંખે પાટા બાંધ્યા છે...અને તે એક જ ચક્રમાં ભમી રહ્યો છે...?
વાદ-વિવાદથી પર બની, શાસ્ત્રજ્ઞાન દ્વારા આત્મસ્વરૂપની તરફ વળવું હિતાવહ છે.
स्वद्रव्य-गुण-पर्यायचर्या वर्या पराऽन्यथा ।
इति दत्तात्मसंतुष्टिर्मुष्टिज्ञानस्थितिर्मुनेः ।।५।।३७ ।। અર્થ : પોતાના દ્રવ્ય-ગુણ અને પર્યાયમાં પરિણતિ શ્રેષ્ઠ છે. પરદ્રવ્ય-ગુણપર્યાયમાં પરિણતિ શ્રેષ્ઠ નથી. આ પ્રમાણે જેણે આત્માને સંતોષ આપ્યો છે એવી સંક્ષેપથી રહસ્યજ્ઞાનની મર્યાદા મુનિને હોય છે,
For Private And Personal Use Only