________________
આ ભૂમંડલની નીચે દસ-દસ હજાર યોજનના ૭ પાતાલ છે. જેના નામ આ પ્રમાણે છે. - અતલ, વિતલ, નિતલ, ગભસ્તિમત, મહાતલ, સૂતલ અને પાતાલ. એ ક્રમશઃ શુક્લ, કૃષ્ણ, અરૂણ, પીત, શર્કરા, શૈલ અને કાંચન સ્વરૂપ છે. ત્યાં ઉત્તમ ભવનો યુક્ત ભૂમિઓ છે અને ત્યાં દાનવ, દૈત્ય, યક્ષ તેમજ નાગ આદિ નિવાસ કરે છે.
૧
પાતાલોની નીચે વિષ્ણુ ભગવાનનું શેષ નામનું તામસ શરીર આવેલુ છે, જે અનંત કહેવાય છે. આ શરીર સહસ્ત્ર ફણોથી સંયુક્ત થઈને સમસ્ત ભૂમંડલને ધારણ કરીને પાતાલ - મૂલમાં પડેલું છે. કલ્પાન્તના સમયે એના મુખથી નીકળેલ સંકર્ષાત્મક, રુદ્ર વિષાગ્નિ- શિખા ત્રણે લોકોનું ભક્ષણ કરે છે.
૨. નરક-લોક :
પૃથ્વી અને જલની નીચે રૌરવ, સૂકર, રૌધ, તાળ, વિશાસન, મહાજ્વાલ, તપ્તકુમ્ભ, લવણ, વિલોહિત, રુધિર, વૈતરણી, કૃમીશ, કૃમિ-ભોજન, અસિપત્રવન, કૃષ્ણ, અલાભક્ષ, દારૂણ, પૂયવહ, વિઘ્નજ્વાલ અધશિરા, સૈદેશ, કાલસૂત્ર, તમ, આવીચિ, વભોજન, અપ્રતિષ્ણ અને અગ્રવિ ઈત્યાદિ નામવાલા અનેક મહાન ભયાનક નરક છે. એમાં પાપી જીવ મરીને જન્મ લે છે. તે ત્યાંથી નીકળીને ક્રમશઃ સ્થાવર કૃમિ, જલચર મનુષ્ય અને દેવ આદિ થાય છે. જેટલા જીવ સ્વર્ગમાં છે એટલા જ જીવ નરકોમાં પણ રહે છે.
૩. જ્યોતિર્લોક
ભૂમિથી ૧ લાખ યોજનના અંતરે સૌર-મંડલ છે. એનાથી એક લાખ યોજન ઉપર ચંદ્રમંડલ, એનાથી એક લાખ યોજન ઉપર નક્ષત્ર મંડલ, એનાથી ૨ લાખ યોજન ઉપર બુધ, એનાથી ૨ લાખ યોજન ઉપર શુક્ર, એનાથી ૨ લાખ યોજન ઉપર મંગલ, એનાથી ૨ લાખ યોજન ઉપર બૃહસ્પતિ, એનાથી બે લાખ યોજન ઉપર શનિ, એનાથી ૧ લાખ યોજન ઉ૫૨ સપ્તર્ષિમંડલ તથા એનાથી ૧ લાખ યોજન ઉપર ધ્રુવતારા આવેલા છે.પ
૪. મહર્લોક (સ્વર્ગલોક)
ધ્રુવથી ૧ કરોડ યોજન ઉપર મહર્લોક છે, અહીં કલ્પકાલ સુધી જીવિત રહેનારા કલ્પવાસીઓના નિવાસ છે. એનાથી ૨ કરોડ યોજન ઉપર જનલોક છે. અહીં નન્દનાદિથી સહિત બ્રહ્માજીના પ્રસિદ્ધ પુત્ર રહે છે. એનાથી ૮ કરોડ યોજન ઉપર તપલોક છે. અહીં વૈરાજ દેવ નિવાસ કરે છે. એનાથી ૧૨ કરોડ યોજન ઉપર સત્યલોક છે, અહી કદી ન મરનાર અમર (અપુનમરિક) રહે છે. આન બ્રહ્મલોક પણ કહે છે. ભૂમિ (ભૂલોક) અને સૂર્યની મધ્યમાં સિદ્ધજનો અને મુનિજનોમાં સેવિત સ્થાન કે જે ભુવર્લોક કહેવાય છે. સૂર્ય અને ધ્રુવની મધ્ય ચૌદ લાખ યોજન પ્રમાણક્ષેત્ર સ્વર્લોક નામથી પ્રસિદ્ધ છે.
ભૂલોક, ભુવલ્લુક અને સ્વર્લોક આ ત્રણે લોક કૃતક તથા જનલોક, તપલોક અને સત્યલોક એ ત્રણ લોક અકૃતક છે. આ બન્ને લોક વચ્ચે મહર્લોક છે. જે કલ્પાંતમાં જનશૂન્ય થઈ જાય છે. પરંતુ સર્વથા નષ્ટ થતોનથી. ૭
તુલના અને સમીક્ષા.
વિષ્ણુ-પુરાણના આધારે જે લોક સ્થિતિ અથવા ભૂગોલનું વર્ણન કરવામાં આવ્યું છે એનું જૈનસમ્મત લોકના વર્ણન સાથે સરખાવીએ છીએ તો અનેક તથ્ય સામે આવે છે. જેનો બન્ને માન્યતાઓના નામ નિર્દેશ સાથે અહીં ઉલ્લેખ કરવામાં આવે છે. ૧ – દ્વીપ
૧.
૨.
૩.
૪.
૫.
દ્વીપ, સમુદ્ર પ્રથમ દ્વીપ
કુશક
કૌંચ
જૈન માન્યતા
Jain Education International
અસંખ્યાત
જંબૂઢીપ પંદરમોઢીપ સોળમોઢીપ
ત્રીજોદ્વીપ
પુષ્કર ૧. વિષ્ણુ-પુરાણદ્વિતીય અંશ પંચમ અધ્યાય શ્લોક ૨-૪ ૩. વિષ્ણુ-પુરાણ દ્વિતીય અંશ ષષ્ઠમ અધ્યાય શ્લોક ૧-૬ ૫. વિષ્ણુ-પુરાણ દ્વિતીય અંશ સપ્તમ અધ્યાય શ્લોક ૨-૯ ૭. વિષ્ણુ-પુરાણ દ્વિતીયાંશ ષષ્ઠમ અધ્યાય શ્લોક ૧૯-૨૦ ૮-૯. તિલોયપણત્તી અ.
દ્વીપ, સમુદ્ર પ્રથમદ્વીપ
કુશ.
કૌચ
વૈદિક માન્યતા
૭ દ્વીપ
જંબૂઢીપ ચોથોઢીપ
35 A
For Private & Personal Use Only
પાંચમોદ્દીપ
સાતમોદ્દીપ
પુષ્કર
૨. વિષ્ણુ-પુરાણદ્વિતીય અંશ પંચમ અધ્યાય શ્લોક ૧૩, ૧૫-૧૯-૨૦ ૪. વિષ્ણુ-પુરાણ દ્વિતીય અંશ ષષ્ઠમ અધ્યાય શ્લોક ૩૪ ૬. વિષ્ણુ-પુરાણ દ્વિતીયાંશ ષષ્ઠમ અધ્યાય શ્લોક ૧૨-૧૮
www.jainelibrary.org