Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
17
द्वात्रिंशिका
• ૧૪ થી ૧૮ બત્રીસીનો ટૂંકસાર • માટે આવું કહી ન શકાય કે “આ પ્રતિમામાં નવી પ્રતિમા બનવાની યોગ્યતા છે.” કાર્ય ઉત્પન્ન થાય એટલે કારણમાં રહેલી કાર્યજનનયોગ્યતા નષ્ટ થાય. માટે જ મોક્ષમાં ગયેલા આત્મામાં ભવ્યત્વમુક્તિગમનયોગ્ય પરિણામ માનવામાં નથી આવતો. ડોક્ટરને ઉદેશીને “આ ડોક્ટર થવાની યોગ્યતા ધરાવે છે' એમ ન કહેવાય. પણ “આ ડોક્ટર છે' એમ જ કહેવાય. તે રીતે જેનું ફળ મળેલ નથી તેવા જ અનિયત કર્મ માટે “આ કર્મ ફળ દેવાની યોગ્યતા ધરાવે છે” એમ કહી શકાય. ફળને આપી ચૂકેલા કર્મ માટે તેવો વ્યવહાર થઈ ન શકે. (ગા.૨૦-૨૧)
ગ્રંથકારશ્રી એક પ્રશ્ન ઊભો કરે છે કે કર્મમાં ફળ આપવાની યોગ્યતા પુરુષાર્થ દ્વારા નાશ પણ પામે તો કર્મમાં ફળ આપવાની યોગ્યતા હોય' એ વાત ખોટી ન પડે ? આનો જવાબ જણાવતા ગ્રંથકારશ્રી કહે છે કે – દરેક લાકડામાં પ્રતિમા બનવાની યોગ્યતા છે - એમ કહી શકાય. પણ એનો અર્થ એવો નથી કે દરેક લાકડામાંથી પ્રતિમા બને જ. કોઈક લાકડામાંથી રમકડું પણ બને અથવા કંઈ પણ ન બને. તેમ કર્મમાં સ્વપ્રાયોગ્ય ફળ આપવાની યોગ્યતા તો છે જ પણ સવળો ઉદ્યમ થાય તો તે તેનું ફળ આપે, અવળો ઉદ્યમ કરવાથી તે વિપરીત ફળ આપે. જરા પણ મહેનત કરવામાં ન આવે તો તે કર્મ ફળ આપ્યા વિના પણ રવાના થઈ જાય. પણ તેટલા માત્રથી તે કર્મમાં ફળજનન શક્તિ ન હતી - આવો વ્યવહાર કરી ન શકાય. તથા “તે કર્મમાં ફળ આપવાની યોગ્યતા હતી’ તે વાત ખોટી ન કહેવાય. આ વ્યવહાર નયનું મંતવ્ય છે. (ગા.૨૨-૨૩) માત્ર કર્મથી જ ફળ મળે તેવું નથી. પરંતુ પુરુષાર્થ પણ તેમાં ભાગ ભજવે છે. બે જણ પાંચ લાખ રૂા. નું સમાન દાન આપે તો પણ ભવાંતરમાં તે બન્નેને તે દાનનું મળનારું ફળ ભિન્ન | તરતમતાવાળું | ઓછું-વતું હોઈ શકે છે. તેનું કારણ એ સમજવું કે પૂર્વભવમાં દાન કરતી વખતે તે બન્નેનો શુભભાવ ઉછાળવા સ્વરૂપ પુરુષાર્થ સમાન ન હતો. (ગા.૨૪)
જીવના જેવા ભાવ હોય તેવું કર્મ બને. અને જેવા કર્મ હોય તેવા ભાવ પ્રગટે. આમ પ્રવાહની અપેક્ષાએ ભાગ્ય અને ઉદ્યમ એકબીજાની અપેક્ષા ધરાવે છે. આમ બન્ને પરસ્પર સાપેક્ષ છે. છતાં પણ પ્રાયઃ ચરમાવર્તમાં કર્મ ધર્મપુરુષાર્થ દ્વારા બાધિત થાય છે, કુંઠિત થાય છે. જો ચરાવર્તમાં ધર્મપુરુષાર્થ તીવ્ર કરીએ તો અવળા નિકાચિત કર્મ પોતાનું ફળ દેખાડવા છતાં પણ તથાવિધ ભયંકર નુકસાન પહોંચાડી શકતા નથી. જેમ કે શ્રેણિક મહારાજાના પુત્ર મુનિ નંદિષેણના નિકાચિત કર્મ.
ચરમાવર્તકાળમાં પ્રબળ અંતરંગ ધર્મ પુરુષાર્થથી જ જીવને પ્રન્થિભેદ દ્વારા સમકિત મળે છે, નહિ કે નસીબથી. સમકિત પ્રાપ્ત થયા પછી તેની પ્રવૃત્તિ ઔચિત્ય પૂર્વકની જ હોય છે. કારણ કે સમકિતી જીવને પુરુષાર્થની પ્રેરણા સ્વતઃ થાય છે. (ગા.૨૫-૨૭) જમીનમાંથી પાણી ખનન દ્વારા કે પવન દ્વારા બહાર આવે પણ તેમાં મુખ્ય કારણ જમીનની રસાળતા છે. તે રીતે સમકિતીની ઉચિત પ્રવૃત્તિનું મુખ્ય કારણ તેના ચોખા પરિણામ છે. ઉપદેશ તો ગૌણ | અનિયત કારણ છે. જેમ ફરતા ચક્રની ગતિ વધારવા કે ધીમી પડેલી ગતિને પૂર્વવત્ જાળવી રાખવા દંડની જરૂર પડે છે તેમ સમકિતીને આગળ વધારવા કે તેના પડતા પરિણામને અટકાવવા ઉપદેશની જરૂર પડે. બાકી અનુત્તરવાસી દેવ કે જિનકલ્પી જેવા અવસ્થિત પરિણામી જીવો માટે ઉપદેશ જરૂરી નથી. (ગા.૨૮-૨૯).
સમકિતી જીવની મોહનીય કર્મની સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ હોય છે. તેમાંથી ૨ થી ૯ પલ્યોપમ જેટલી સ્થિતિ ઓછી થાય ત્યારે આત્મા ભાવથી દેશવિરતિ પામે છે. ઉત્તરોત્તર વિકાસ કરતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org