Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• ૧૪ થી ૧૮ બત્રીસીનો ટૂંકસાર
15
द्वात्रिंशिका પણ
આ સમસ્યા અવાર નવાર ઊભી થતી હોય છે. કહેવાતા નાસ્તિક લોકો પણ ‘Wish You best of luck', 'OH ! My bad luck !' વગેરે શબ્દપ્રયોગ દ્વારા જાણે-અજાણે કર્મનો તો સ્વીકાર કરતા જ હોય છે. ગ્રંથકારશ્રીએ ૧૭મી બત્રીસીમાં ઉપરોક્ત સમસ્યાનું નિશ્ચય-વ્યવહાર નયના અભિપ્રાયથી સુંદર સમાધાન આપેલ છે.
•
પ્રારંભમાં જ ગ્રંથકારશ્રી ઉપકાર સમસ્યાનો રોકડો જવાબ આપી દે છે કે વાસ્તવમાં ભાગ્ય અને પુરુષાર્થ બન્ને સમાન બળવાળા છે. નિશ્ચય નયના મતે ભાગ્ય કે પુરુષાર્થ પરસ્પર અપેક્ષા વિના સ્વતંત્ર રીતે પોતપોતાના કામ કરે છે. માટે ૧૪મા વર્ષે અકબર દિલ્હીનો બાદશાહ બન્યો તેમાં વિક્રમાદિત્ય હેમુને પરાજિત કરવા સ્વરૂપ પુરુષાર્થ મુખ્ય કારણ ગણી શકાય. તેવો પુરુષાર્થ કર્યા વિના જ અકબરનો પુત્ર શાહજહાં દિલ્હીનો બાદશાહ બન્યો તેનું મુખ્ય કારણ નસીબ ગણી શકાય. શું અકબરનું નસીબ રાજા બનાવવામાં કારણભૂત નથી ? આ પ્રશ્નના જવાબમાં નિશ્ચયનય કહેશે કે કાયમ નસીબ પુરુષાર્થની સાથે જ રહે છે. પણ એટલા માત્રથી તેને કારણ માનવાની જરૂર નથી. જે કામ કરે તે કારણ. જે પહેલેથી હાજર હોવા છતાં કામ ન થાય તેવા નિષ્ક્રિય તત્ત્વનો કારણસ્થાને અભિષેક કરી ન શકાય. આ છે નિશ્ચયનયનું મંતવ્ય. નિશ્ચયનયનો મુખ્ય સિદ્ધાન્ત છે - ‘સાપેક્ષ અસમર્થક્’. નસીબ પહેલેથી હાજર હોય છતાં કાર્ય ઉત્પન્ન કરવા નસીબને ઉદ્યમની અપેક્ષા રહે તો નસીબ અસમર્થ-અન્યથાસિદ્ધઅકારણ કહેવાય. ત્યાં ઉધમને જ કારણ મનાય. મહેનત કર્યા વિના જ કાળપરિપાક થતાં નસીબથી કાર્ય થઈ જાય ત્યાં નસીબ/કર્મનો ઉદય કારણ કહેવાય. દા.ત. પરીક્ષા સમયે રાત્રે ઉજાગરા કરીને વાંચતા-લખતા-ચિંતન કરતા વિદ્યાર્થીને આવી જતી ઊંઘ. અહીં વિદ્યાર્થીની ઊંઘવા માટે કોઈ મહેનત નથી. બલ્કે જાગવા માટે મહેનત છે. છતાં કાળપરિપાકથી દર્શનાવરણીય કર્મના ઉદયથી ઊંઘ આવી ગઈ. માટે તેવા સ્થળે નસીબ કારણ કહેવાય. આપણી ઈચ્છા ન હોવા છતાં આપણા નામથી કોઈ લોટરી લાવે અને આપણને લોટરી લાગી જાય ત્યાં નસીબ કારણ કહેવાય. ધરતીકંપથી મકાન જમીનદોસ્ત થઈ જવું, સાવધાનીથી ચાલવા છતાં એકસીડન્ટ થવો, ઊંધમાં હાર્ટ એટેક આવી જવો આ કેવળ નસીબના કાર્ય છે- એવું નિશ્ચયનયનું મંતવ્ય છે. (ગા.૧ થી ૪)
પરંતુ વ્યવહારનય ગૌણ-મુખ્ય ભાવે ભાગ્ય અને પુરુષાર્થ (= મહેનત) બન્નેને કારણરૂપે સ્વીકારે છે. માટે મુખ્ય ઉત્કટ એવા નસીબથી કરાયેલ કાર્યને લોકો ભાગ્યકૃત સ્વરૂપે જાણે છે. અને ઉત્કટ પ્રયત્નથી કરાયેલ કાર્યને લોકો પુરુષાર્થકૃત સ્વરૂપે જાણે છે. વ્યવહારનય કહે છે કે જે એમ માને કે ‘આ કાર્ય થયું તે ભાગ્યનિર્મિત છે, પુરુષાર્થનિર્મિત નથી’ તો તે અહંકારનું પરિણામ છે. હા, ક્યારેક નસીબ ગૌણ હોય તો ક્યારેક ઉદ્યમ ગૌણ હોય - એવું બને. પરંતુ કોઈ પણ કાર્ય ભાગ્ય અને પુરુષાર્થના સહકાર વિના તો થતું જ નથી. આ વાત પ્રત્યક્ષ છે. માટે તેનો અપલાપ થઈ ન શકે. જેમ દંડ અને ચક્ર બન્ને એકબીજાથી નિરપેક્ષ થઈને, એકબીજાની ગેરહાજરીમાં બે અલગ અલગ કાર્ય (દા.ત. દંડ કોઈકને સજા કરવામાં, માર-પીટ કરવામાં વપરાય અને ચક્ર રમકડાને તોડવાના કામમાં વપરાય- આવું કોઈ કામ) કરે તો પ્રત્યેક કાર્ય પ્રત્યે એક-એકને સ્વતંત્ર કારણ મનાય. વિભિન્ન પ્રત્યેક કાર્ય પ્રત્યે બન્નેને મિલિત કારણ ન મનાય. પણ કાર્યરૂપે માત્ર ઘડો જ બને તો દંડ અને ચક્ર બન્નેને તેના કારણ માનવા જ રહ્યા. તે રીતે ભાગ્ય અને પુરુષાર્થ એક જ કાર્ય કરતા હોય તો તે બન્નેને તેના કારણરૂપે માનવા જોઈએ. આમ વ્યવહારનય માને છે. (ગા.પ થી ૧૦)
Jain Education International
For Private & Personal Use Only
=
www.jainelibrary.org