Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
5
• ૧૪ થી ૧૮ બત્રીસીનો ટૂંકસાર •
द्वात्रिंशिका વ્યવહારનયના મતે જ્યાં પુરુષાર્થ અલ્પ હોવા છતાં ફળ મળે છે ત્યાં આ ભવનું ભાગ્ય અને પૂર્વભવનો પુરુષાર્થ કારણરૂપે સમજી લેવા. આમ બન્ને પરસ્પર સાપેક્ષ છે. (ગા.૧૧)
સાંખ્ય લોકો માત્ર કર્મને જ ફળદાયક માને છે. આ વાત બરાબર નથી. કારણ કે વર્તમાનનું કર્મ = નસીબ તે પૂર્વભવનો પુરુષાર્થ જ છે. તથા ભાગ્ય પણ પુરુષાર્થ વગર પોતાની મેળે ફળ આપતું નથી જ. (ગા.૧૨-૧૩) શાહજહાંએ દિલ્હીની ગાદી મેળવવા માટે ભલે અકબર જેટલો પુરુષાર્થ ન કર્યો પણ રાજગાદીએ બેસવાનો, પોતાનો રાજ્યાભિષેક કરાવવાનો ઉદ્યમ તો કર્યો જ હતો. વાંચતાવાંચતા ઊંઘ આવી જાય તો બળજબરીથી અટકાવવી નહિ, આવી જવા દેવી. આટલો સહકાર (માનસિક પુરુષાર્થ) તો ઊંઘવાના નસીબને સહકાર આપે જ છે ને ! આમ ઓછાવત્તા અંશે મહેનત હોય તો જ નસીબ કાર્ય કરી શકે. આમ વ્યવહારનય નસીબ અને ઉદ્યમ બન્નેને સર્વ કાર્ય પ્રત્યે ગૌણ-મુખ્ય ભાવે કારણ માને છે.
“કોઈ પણ કાર્યમાં | ઘટનામાં દેખાતું કારણ સ્વીકારવું જોઈએ. ન દેખાતા કર્મની કલ્પના વ્યર્થ છે.” આવું નાસ્તિક લોકો માને છે. પણ ગ્રંથકારશ્રી કહે છે કે આ વાત વ્યાજબી નથી. કારણ કે બે માણસ દૂધ પીવે તો તે દૂધ એકને પચવા દ્વારા બળ આપે છે. અને બીજાને અતિસારનું નિમિત્ત બને છે. તેથી ત્યાં કર્મને સ્વીકારવું પડે. ટૂંકમાં, બાહ્ય દશ્ય સામગ્રી સમાન હોવા છતાં જ્યાં પરિણામમાં ઘણો બધો તફાવત કે વિરોધ જણાતો હોય ત્યાં અદશ્ય કર્મને | નસીબને જ જવાબદાર માનવું પડે. વિશેષાવશ્યકભાષ્યના આધારે આ બાબતનું સતર્ક પ્રતિપાદન ગ્રંથકારશ્રીએ કરેલ છે. ગ્રંથકારશ્રી આગળ વધીને ન્યાયકુસુમાંજલિ કાર પ્રાચીન નૈયાયિક ઉદયનાચાર્યની શૈલીથી પણ કર્મની સિદ્ધિ કરતા જણાવે છે કે દાનાદિ બાહ્ય ક્રિયા તો સમયાંતરે નાશ પામે છે. પરંતુ તેનું ફળ સ્વર્ગાદિ કાલાંતરે દેખાય છે. તેમાં અવાંતર કારણ દ્વાર) કર્મ માનવું જ પડે. આમ શાસ્ત્રવિહિત-નિષિદ્ધ ક્રિયા પુણ્ય-પાપ વિના ફળ આપવા સમર્થ નથી. બાકી તો પ્રાયશ્ચિતની વિધિ પણ વ્યર્થ જશે. કારણ કે પાપ જ હોય નહિ તો પ્રાયશ્ચિત્ત કરવાનું કોઈ જ પ્રયોજન રહેતું નથી. (ગા.૧૫-૧૬).
જો ભાગ્ય અને પુરુષાર્થની દિશા વિરોધી હોય અર્થાત્ તે બન્ને પરસ્પર વિલક્ષણ કાર્ય ઉત્પન્ન કરવા માગતા હોય તો જે બળવાન હોય તે પ્રમાણે જીવને પરિણામ મળે છે. અર્થાત્ તેવા સમયે ભાગ્યની સામે જીવે પુરુષાર્થને ઘણો વધારવો પડે છે. તો જ ઉઘમસાધ્ય કાર્ય મળી શકે. જો ભાગ્ય અને પુરુષાર્થ એક જ દિશામાં ચાલતા હોય (અર્થાત એકબીજાને સહકાર આપતા હોય) તો જીવ અપેક્ષાએ પુરુષાર્થ ઓછો કરીને પણ સફળતા મેળવી શકે છે. તેવા સંયોગમાં પુરુષાર્થ વધુ હોય તો પરિણામ વહેલું અને વધુ સારું મળી શકે છે. જેમ કે અત્યંત હોશીયાર વિદ્યાર્થી એક જ વર્ષમાં બબ્બે ધોરણની પરીક્ષા આપીને વહેલો આગળ વધી જાય. અથવા અનેક કોર્સ તે એકી સાથે કરી શકે. (ગા.૧૭)
આગળ વધતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે એકલું કર્મ પોતાની ઉપર ઉપઘાત કે અનુગ્રહ (નુકસાન કે ફાયદો કરવાનું કામ) કરતું નથી. પરંતુ કર્મ અને પુરુષાર્થ પરસ્પર એકબીજા પર ઉપઘાત કે અનુગ્રહ કરે છે. (ગા.૧૮) સમાન બળવાળા અને વિરોધી દિશાવાળા (પરસ્પર વિલક્ષણ કાર્ય કરવાના સ્વભાવવાળા) કર્મ અને પુરુષાર્થમાંથી જેના પક્ષે કાળ, નિયતિ, વગેરે બળવાન હોય તેની જીત થાય છે. (ગા.૧૯)
આરસના ટુકડામાં “આમાં પ્રતિમા બનવાની યોગ્યતા છે' એમ કહી શકાય પણ તૈયાર પ્રતિમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org